સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં આવેલ હાથસણી રોડ પર રોડની બંને બાજુએ ફૂટપાથ ક્યારે બનશે? આ અગાઉ પણ આ વિસ્તારનાં રહીશોએ સલંગ્ન તંત્ર પાસે લેખિત રજૂઆત કરી હતી. પરંતુ હજુ સુધી ફૂટપાથ બને તેવા કોઈ આસાર જોવા મળ્યા નથી.. આમ તો આ રોડ પર આગળ માનવમંદિર તથા શિવદરબાર આશ્રમ કાનાતળાવ તથા હાથસણી ગામ પાસે શેલ દેદૂમલ ડેમ પણ આવેલ હોય લોકોનો આવરોજાવરો આ રોડ પર વધુ રહે છે. એટલે વાહનોની આવનજાવન પણ વધુ રહે છે. એટલે ઘણીવખત બેફામ સપીડે જતાં વાહનો દ્વારા રસ્તા પર જતાં રાહગીરોને અકસ્માતનો ભય પણ રહે એ સ્વાભાવિક છે. ખાસકરીને આ રોડ પર સગર્ભા સ્ત્રીઓને, બાળકો અને વૃધ્ધોને જો ફૂટપાથ બને તો ચાલવામાં વધુ સરળતા રહે. જો કે આ સંદર્ભે સાવરકુંડલા નગરપાલિકા અને અમરેલી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનને પણ અગાઉ લેખિત રજૂઆત કરી હતી. લોકો વહેલીમાં વહેલી તકે આ વિસ્તારના રોડ પર ફૂટપાથનું નિર્માણ થાય તેવું ઇચ્છી રહ્યા છે.

