Gujarat

સાવરકુંડલા શહેરમા અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. પ્રેસ કોન્ફરન્સ ના મુખ્ય અંશો

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સુરેશ પાનસુરિયા- અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ દ્વારા સાવરકુંડલામાં યોજાશે એક અનોખો યજ્ઞ. દિર્ઘાયુ યજ્ઞ- વડા પ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના દિર્ઘાયુ માટે ૪૦૦ કુલ વાલ્મીકી સમાજ સહિત સર્વ જ્ઞાતિના લોકો તારીખ ૧૭ સપ્ટેમ્બરે યજ્ઞ કુંડ પર બેસી સાહેબના દિર્ઘાયુ માટે હવન કરશે. આ ઉપરાંત આકર્ષક મોદી પ્રદર્શની. આ પ્રદર્શનીમાં આપણાં મોદી..સૌના મોદી નામના તદ્દન નવીન કન્સેપ્ટ સાથે પ્રદર્શન વૈશ્વીક મોદી પ્રદર્શન આ પ્રદર્શન કુલ ૪ મહિના સુધી ચાલશે. તારીખ સત્તરના અનાવરણ બાદ આ પ્રદર્શન સૌરાષ્ટ્રના લોકો માટે  એક જોવા લાયક સ્થળ બની રહેશે કારણ કે મોદી સાહેબનુ આટલું ઉંચુ અને લોખંડના સ્ટ્રકચર સાથેનુ કટ આઉટ અગાઉ ક્યારેય બન્યુ નથી. મોદી સાહેબનું ઐતિહાસિક કટઆઉટ મુકવામાં આવશે. વૈશ્વીક મોદી અને સૌના મોદી પ્રદર્શનીમાં મોદી સાહેબના ઉત્તમ કાર્યોની ઝલક વિવિ્ધ સરકારી યોજનાઓની જલક અને નલ સે જલ, ધરનુ ધર વગેરેનુ અદ્દભુત પ્રદર્શન. આ કાર્યક્રમમાં અત્યાધુનિક બે વિશાળ ડોમમાં યજ્ઞ શાળા જેમાં કુલ ૪૦૦ યુગલો વડાપ્રધાનના દિર્ઘાયુ માટે હવન કરશે. યજ્ઞમાં બેસનાર તમામ યુગલોનો રૂપિયા ૨ લાખનો વીમો  ઉતારવામાં આવશે. આ સાથે કુલ ૧૦૦૦ સર્વ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને તેમના સારા માર્કસે પરિક્ષામાં ઉત્તીર્ણ થવા બદલ સન્માનવામાં આવશે. આ યજ્ઞમાં વિદ્યાર્થીઓ સાથે આવનાર તમામ વાલીઓનો રૂપિયા ૨ લાખના વિમાનું પ્રિમયમ ભરવામાં આવશે. આર્થીક રીતે નબળા પરિવારના વૃધ્ધ લોકો માટે મોદી સાહેબના જન્મદિવસ નીમીત્તે નેત્ર નીદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ છે.
દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ આટલુ ઉંચુ કટ આઉટ કે જે લોખંડના મજબુત સ્ટ્રકચર સાથે ઉભુ થવા જઈ રહ્યું છે તેનાથી આપણાં ગામ સાવરકુંડલાનુ નામ સમગ્ર દેશમાં રોશન થશે.. આ કટ આઉટ છ મહિના સુધી અહિયા રહેશે અને એક મોદી પ્રદર્શની કેન્દ્ર તરીકે પ્રસિધ્ધ થશે.
આ કાર્યક્રમની સાથે નેત્ર નિદાન અને ઓપરેશન કેમ્પનું આયોજન આ કાર્યક્રમમાં કુલ ૧૦૦થી વધુ બ્રાહ્મણો દ્વારા વૈદિક પધ્ધતીથી દિર્ધાયુ યજ્ઞના મંત્રોચાર દ્વારા સમગ્ર વિસ્તારમાં શાંતી અને ખુશહાલી વધે તે માટે પ્રાર્થના કરવામાં આવશે. કુલ દસ હજાર જેટલા લોકો માટે યજ્ઞ બાદ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સંપુર્ણ કાર્યક્રમ અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયા દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *