Gujarat

સાવરકુંડલા શહેરમા આજરોજ ગુરૂવારે સવારથી હાથસણી રોડ વિસ્તાર શ્રીજી નગર વગેરે વિસ્તારોમાં વીજ કાપ હોવાથી લોકો પરેશાન.. જો કે વિદ્યુત મેઈન્ટેનન્સ માટે વીજ કાપ જરૂરી હોય બીજો વિકલ્પ પણ નથી

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા આજરોજ ગુરૂવારે સવારથી હાથસણી રોડ વિસ્તાર શ્રીજી નગર વગેરે વિસ્તારોમાં વીજ કાપ હોવાથી લોકો પરેશાન.. જો કે વિદ્યુત મેઈન્ટેનન્સ માટે વીજ કાપ જરૂરી હોય બીજો વિકલ્પ પણ નથી. સવારે સાત વાગ્યે વીજળી ગઈ તે સાડા ત્રણ આસપાસ આવી.. ઉનાળામાં લોકો અસહ્ય ગરમીમાં ભારે પરેશાન..
———————————————————————
આજરોજ સાવરકુંડલા હાથસણી રોડ પર આવેલા આસોપાલવ સોસાયટી, નાગનાથ સોસાયટી, રાધેશ્યામ સોસાયટી, ગાયત્રી સોસાયટી, ચંદ્રમૌલિ સોસાયટી, શિવશક્તિ સોસાયટી, ગજાનંદ, ગણેશવાડી, લુહાર સોસાયટી, શ્રીજી નગર વગેરે વિસ્તારોમાં સવારના સાત વાગ્યાથી વિદ્યુત કાપ જોવા મળેલ. ખાસ કરીને ગૃહિણીઓને રોજીંદા કામમાં મુશ્કેલી પડી. લોકો પણ લાંબા સમય સુધી વીજ કાપથી પરેશાન.. ઉનાળામાં આ વીજ કાપ ઘણો આકરો લાગે.. જો કે વિદ્યુત મેઈન્ટેનન્સ માટે જરૂરી હોય તે વીજ વિભાગે કરવું પડે.
આજે ગુરુવારના રોજ સવારે ૭ કલાકથી વિદ્યુત પુરવઠો બંધ હોવાથી ખાસકરીને ગૃહિણીઓના રોજિંદા કામ ખોરવાયા.. આમ તો ઉનાળો હોય રાત્રે ગરમી હોય લોકો પણ સવારે મીઠી નિંદ્રામાં સુતેલા હોય. હજુ તો પથારીમાંથી ઊભા થયાં ત્યાં તો વિજળી રાણી ગાયબ અર્થાત્ વિદ્યુત પુરવઠો બંધ હોવાથી સવારના પાણી ભરવું, કપડાં, વાસણ જેવાં દૈનિક કામો પર અસર જોવા મળી. ખાસકરીને હાલ લોકો વોટર ફિલ્ટરનો પણ મહદઅંશે ઉપયોગ કરતાં હોય સવારથી લાઈટ ન હોવાથી પાણી માટે પણ મોંકાણ સર્જાતી જોવા મળી. એક વાત ચોક્કસ છે કે હવે વિદ્યુત એ લોકોની આવશ્યક જરૂરિયાત થઈ ગઈ છે. એટલે વિદ્યુત વગર માનવી બિલકુલ પાંગળો જ લાગે છે. આજે લગભગ મોટાભાગના લોકોના ઘરમાં વિદ્યુત ઉપકરણોનો મહદઅંશે ઉપયોગ થતો જોવા મળે છે. એટલે વિદ્યુત ન હોય તો જાણે જનજીવન ઠપ્પ થયું હોય તેવો જ અહેસાસ થાય છે. સવારે સાત વાગ્યે લાઈટ ગયા પછી છેક સાડા ત્રણ આસપાસ આવી એટલે હમણાં ઘણાં સમયથી વિદ્યુત કાપ ન ભોગવ્યો હોય એટલે વધારે મુશ્કેલ સમય લાગતો જોવા મળેલ. જો કે વિદ્યુતનું મેઈન્ટેનન્સ પણ જરૂરી હોય છે એટલે વિદ્યુત તંત્રને પણ એ તમામ કામગીરી ચાલુ વીજળીએ તો ન કરી શકાય. ક્યાંક વાયર બદલવાના હોય તો વળી ક્યાંક ટ્રાન્સફોર્મરનું મેઈન્ટેનન્સ પણ કરવાનું હોય તો ક્યાંક વિદ્યુત પોલ પણ બદલવા પડે. એટલે આ તમામ બાબતો માટે વિદ્યુત વિભાગે વિદ્યુત પુરવઠો બંધ કરીને જ કામગીરી કરવાની હોય છે. એટલે દોષ તો વિદ્યુત વિભાગને પણ ન દઈ શકાય. આમ તો સાવરકુંડલા વિદ્યુત બોર્ડ ખાતે  નિષ્ઠાવાન અધિકારીઓ અને કર્મચારીઓ છે એટલે લોકોની મુશ્કેલી પણ સમજતાં હોય છે પણ આવશ્યક હોય તે કરવું તો પડે.. જો કે થોડા કલાકોનો વિદ્યુત કાપ લોકોને આકરો તો લાગે જ. પરંતુ બીજો કોઈ વિકલ્પ તો નથી.. એટલે વિદ્યુત રાણી પધારે એટલે લોકો ખુશખુશાલ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *