સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
એક તો આજે ભાજપના આગામી વિધાનસભાની ચૂંટણીના ધારાસભાના ઉમેદવારોની યાદી જાહેર થવાની ઉત્સુકતા હતી અને એમાં આજ સવારથી જ વીજળી ગુલ થતાં લોકોને પણ ખાસ્સી અકળામણ થતી હોય તેવો અહેસાસ થતો જોવા મળેલ. એટલે ઘણાખરાના તો મોબાઈલ પણ ચાર્જ થયા ન હતાં.. એક વાત ચોક્કસ છે કે સાલું વીજળી વગર માનવજીવન સાંપ્રત સમયમાં પાંગળું તો અવશ્ય ગણાય. કારણ કે સવારે સૌ પ્રથમ વોટર ટેંકમાં પાણી ભરવુ હોય તો વીજળી જોઈએ, કપડાં ધોવાના મશીન પણ વીજળીથી જ ચાલે એટલે કપડાં ધોવાની વિધિ અટકી જાય તો સવારમાં ઉઠીને ટી.વી.ની સ્વીચ ઓન કરીને સમાચાર અપડેટ જાણવા હોય તો પણ વીજળીની આવશ્યકતા રહે. આ સિવાય પણ કૉમ્પ્યુટર ચલાવવા માટે પણ વીજપુરવઠો જોઈએ. આમ ગણીએ તો મોટાભાગના કામકાજ આજે વીજ આધારિત હોય છે. આમ વીજળીનો અભાવ માણસને અંધકાર યુગમાં જ લઈ જતો હોય તેવો અહેસાસ થતો જોવા મળે છે. અથવા તો આપણે કેટલા પરતંત્ર છીએ તેનો અહેસાસ પણ વીજ પુરવઠો ખોરવાઇ એટલે ચોક્કસ થાય.