સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સદગુરુ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ સાવરકુંડલા સંચાલિત કબીર ટેકરી આશ્રમ ખાતે સદગુરુ શ્રી રામલખન સાહેબના જન્મદિવસ અને સદગુરુ શ્રી બિહારી સાહેબની દિક્ષા ગ્રહણ દિવસ એટલે કે શરદપૂર્ણિમાના પાવન પ્રસંગ નિમિત્તે વસ્ત્રદાનનો કાર્યક્રમ અહીં કબીર ટેકરી આશ્રમ ખાતે તારીખ ૯મી ઓક્ટોબરે સાંજના પાંચ કલાકે રાખવામાં આવ્યો હતો. આ પાવન પ્રસંગે મહંત શ્રી નારાણદાસ સાહેબ, મહંત શ્રી કનૈયાદાસજી ગીર તાલાળા, મહંત શ્રી કરશનદાસજી મહારાજ, મહંત શ્રી ઘનશ્યામદાસ મહારાજ, મહંત શ્રી જીણારામબાપુ, વિદ્યાગુરુ ફાઉન્ડેશનના સહમંત્રી શ્રી ભરતભાઈ જોષી તથા તેમના ધર્મપત્ની ગીતાબેન જોષી, જયસુખભાઈ ગોહિલ, પંકજભાઈ કારેલિયા, જગદીશભાઈ જ્યાણી, રણછોડભાઈ પાટડિયા, તથા તમામ સેવક પરિવારની ઉપસ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને વસ્ત્રદાન કરવામાં આવેલ આ સંદર્ભે વસ્ત્રદાનમાં નાના મોટા ૮૦૦ થી ૧૦૦૦ લોકોને વસ્ત્રદાન કરવામાં આવેલ જેમાં મહિલાઓને સાડી, ભાઈઓને સફેદ કાપડ પાંચ મીટર, દિકરીઓને ડ્રેસનુ કાપડ અને છોકરાઓને પેન્ટ શર્ટનું કાપડનું વિતરણ કરવામાં આવેલ. આમ સાવરકુંડલા કબીર ટેકરી આશ્રમ ખાતે શરદપૂર્ણિમાની સેવાભાવ સાથે અનોખી ઉજવણી કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમના સેવકગણોએ ભારે જહેમત ઉઠાવી હતી.


