સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આ શિયાળાની ઋતુમાં જ ચણાનો બંપર પાક થાય છે. અને આમ પણ કહેવાય છે કે શિયાળામાં વહેલી સવારે ઉઠીને કસરત યોગા પ્રાણાયામ કરીને રાત્રે પલાળેલા ફણગાવેલા ચણાનો નાસ્તો કરવો કે પછી તેને વઘારીને મરી મસાલા સાથે ચણાનો એ સ્વાદ જ શિયાળાની ઠંડી ઉઠાડી દે તેવો હોય છે. સવારે અખાડામાં કરસત કરતા રમતવીરો પણ ચણાનું ભરપેટ સેવન કરે છે. આમ જોવા જઈએ તો શિયાળામાં ભૂખ પણ કડકડતી લાગે છે. અને કહેવાય છે કે ચણા ખાવાથી શરીરમાં ઘોડા જેવી તાકાત આવે છે. એમાં પણ લીલાં ચણાનાં જીંજરાને આ શિયાળાની ઋતુમાં સેકીને કે વઘારીને ખાવાની મજા જ કંઈ ઓર હોય છે. સાવરકુંડલા શહેરમાં પણ હાલ ચણાનાં જીંજરા એકસોવીશ રૂપિયે કિલો લારીમાં વેચાતાં જોવા મળે છે. ચણાના લોટમાંથી જુદી જુદી મિઠાઇ પણ બને છે. કંઈ ન હોય તો ચણામાંથી બનેલાં ચણાના દાળિયા પણ દેશી ગોળ સાથે ખાવાથી પણ શરીરમાં નવું જોમ આવે છે..સાંદીપની ઋષિનાં આશ્રમમાં અભ્યાસ કરતા કૃષ્ણ અને સુદામા પણ જ્યારે જંગલમાં લાકડાં કાપવા જતાં ત્યારે ચણા સાથે લઈ જતાં ભૂખ લાગે ત્યારે ખારાં ચણા કે ચણાના દાળિયા એ સૂકો હાથવગો નાસ્તો જ ગણાય. ખૂબ શરદી થઈ હોય તો ચણાના દાળિયા અને ડુંગળી ખાવાથી શરદીમાં રાહત થાય છે. આમ ચણા એ આપણું દેશી શક્તિવર્ધક ટોનિક જ ગણાય..