સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલાના કુંડલા વિભાગના સ્મશાનની દીવાલ ધરાશયી થતાં આ વિસ્તારને સંલગ્ન સોસાયટીના રહીશોને એ અગ્નિદાહનાં દ્રશ્યો જોવા પડે છે. જો કે મૃત્યુ એ સનાતન સત્ય છે. અહીં ભલભલા ચમરબંધીને પણ ખાક થવા માટે આવવું પડે છે. પરંતુ સ્મશાનની સુંદરતા તેની માવજત અને સંપૂર્ણ દેખરેખ રાખીને કરવી એ જ્યારે નગરપાલિકાએ તેનો વહીવટ સ્વીકાર્યો હોય ત્યારે તેની પવિત્ર ફરજ અને નૈતિક જવાબદારી પણ જરૂર થાય જ છે કે માત્ર સ્મશાનમાં જ નહીં પરંતુ આજુબાજુ વસતાં રહીશોને પણ આ સ્મશાનની વ્યવસ્થાને લીધે કોઈ મુશ્કેલી કે હેરાનગતિ ન ભોગવવી પડે. માત્ર સ્મશાનમાં લાકડાં જ જરૂરી નથી એની સુંદરતાને શ્રેષ્ઠતમ મૃત્યુનું સૌંદર્ય જળવાઈ એ પણ આમ જોવા જઈએ તો આવશ્યક છે. આ સંદર્ભે પ્રોટેક્શન વોલ, ફૂલ છોડની માવજત અને પાણી તથા શેડની સુવિધા પણ જરૂરી હોય છે. આમાંથી એક પણ સુવિધાથી વંચિત રહેવાય તો તે ખરેખર વ્યાજબી તો નથી જ. કારણ કે આખરે આ એક જ એવું સ્થાન છે જ્યાં એક દિવસ સૌએ ખાક થવા જવાનું છે. વિવિધ યોજનાઓ રોડ, રસ્તા, પાણી પુરવઠા જેવી જ આ સ્મશાનની માવજત કે જાળવણી એ આમ તો આવશ્યક સેવા ગણી શકાય . અહીં તંત્ર કેમ બેદરકાર બની શકે એ પણ યક્ષપ્રશ્ન તો છે જ.!! જો તંત્ર આ સંદર્ભે આની સંપૂર્ણ દેખરેખ રાખવા અસમર્થ બને તો કોઈ જાહેર સ્વૈચ્છિક સંસ્થાને આ કાર્ય સોંપી દેવું જોઈએ એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. કુંડલા વિભાગનો હાલ સ્મશાનનો વહિવટ સાવરકુંડલા નગરપાલિકા સંભાળે છે. ત્યારે સ્મશાનની વ્યવસ્થા કથળી હોય તેવુ દેખાય રહ્યુ છે. આ સ્મશાનની પ્રોટેકશન દિવાલ પડી જવાથી સ્મશાન પાસે રહેતા સોસાયટીના રહીશોને અગ્નિદાહ જોયા વગર છુટકો નથી. હવે નગરપાલિકાના સત્તાધિશો આળસ મરડીને કયારે ધ્યાન આપશે તે તો આવતો સમય જ બતાવશે. ઈશ્ર્વર તંત્રને સદ્બુદ્ધિ આપે બસ એવી પ્રાર્થના સિવાય આમજનતા વિશેષ શું કરી શકે..??
Attachments area


