Gujarat

સાવરકુંડલા શહેરમા દેવળા ગેઈટ ખાતે આવેલ કૃષ્ણ ગૌશાળા ખાતે સાવરકુંડલા શહેરમાં ગૌપ્રેમી ભક્તોએ પર્યાવરણ ચેતના પદયાત્રાના માધ્યમથી રાત્રે એક તપસ્વી સંતના મુખારવિંદથી ભારતીય સંસ્કૃતિ ગૌ-સેવા અને વિવિધ સમસ્યાઓના સમાધાનયુક્ત અદ્ભૂત ગૌકથા પ્રવચનનો લ્હાવો લીધો.

સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમા તારીખ ૨૨ એપ્રિલના રાત્રે નવ આસપાસ અહીં સાવરકુંડલા શહેરમાં આવેલ દેવળા ગેઈટ કૃષ્ણ ગૌશાળા ખાતે રાજસ્થાન મહારાણા પ્રતાપના હલ્દીઘાટીથી નીકળેલી પદયાત્રાના એક તપસ્વીના મુખારવિંદથી ભારતીય સંસ્કૃતિ ગૌ-સેવા અને વિવિધ સમસ્યાઓના સમાધાનયુક્ત અદ્ભૂત ગૌકથા પ્રવચનનો લ્હાવો સંતોની ઉપસ્થિતિમાં સાવરકુંડલા શહેરના ગૌપ્રેમી ભક્તોએ લીધો હતો. આમ તો કોઈ પણ પ્રકારની આર્થિક અપેક્ષા નહીં, પરંતુ ગાયનું મહત્વ અને તેની પવિત્રતાના ગુણગાન એજ લક્ષ સાથે તમામ લોકોને ગૌમાતાનું મહત્વ અને ગૌમાતાના સાચા સ્વરૂપની ઝાંખી કરાવવી એ જ  આ પ્રવચનનો હેતુ હોય તેવું સ્પષ્ટ જણાયું હતું. આમ તો ખૂબ અસાધારણ કહી શકાય તેવો કાર્યક્રમ ગૌકથા ખરેખર સમગ્ર મનુષ્યજાત માટે પ્રેરણાદાયી રહ્યો હતો. તેનાં કેટલાંક અંશો અહીં પ્રસ્તુત છે. ગાય પશુ નથી પરંતુ એક ધરતી પર આવેલ દૈવી વરદાન જ ગણાય..ગૌકથાના આ સારાંશનો મૂળ સાર એટલે કે ગાય એ સ્વર્ગને પણ દુર્લભ એવી પૃથવીલોકની એક અનોખી ઔષધી સમાન વરદાન છે.ગાયને જે દિવસથી આપણે જાનવર સમજવાનું શરૂ કર્યું ત્યારથી માનવજાત પર નકારાત્મક વિચારોની શરૂઆત થઈ હશે. અરે  મધમાખીનું બેસ્ટ બુથ મેનેજમેન્ટ, સુગરીનો માળાનુ શ્રેષ્ઠ આર્કિટેક્ચર, કૂતરાને તાલીમ આપી તેની પાસે ગુન્હા શોધક કાર્ય થઈ શકે આ સર્વોમાં ગાય એ સમગ્ર માનવજાત માટે ઔષધિય વરદાન સમાન છે અને આ તમામમાં સર્વશ્રેષ્ઠ છે. ..હસવું એ ઈન્સાનની સૌથી શ્રેષ્ઠ દૌલત છે પણ  હસવા માટે સુખી હોવું જરૂરી છે. પરંતુ જે ગાયને  માતા તરીકે પૂજે છે એ જ સૌથી સુખી રહી શકે છે. જીવન જીવવાની કલા એટલે ધાર્મિક લાગણી અને સંસ્કારની ચેતના..ભારત દેશમાં ગાયની સરખામણીમાં ભેંસનું પ્રમાણ સૌથી વધુ છે.  દેશી ગાયનું દુધ પીનારાના જીવનમાં ચેતનામય રચનાત્મક શક્તિનો સંચાર થાય છે. દરેકના ઘરમાં એક ગાય હોવી જોઈએ. દેશમાં ગાયના ઘટતા જતી સંખ્યાનું પ્રમાણ ભારતીય સંસ્કૃતિની અસ્મિતા અને તેની જાળવણી માટે ચિંતાજનક કહેવાય. ભેંસ માટે અનેક મહાવરાઓ છે જેના તાત્વિક અર્થો પણ સૂચક છે.અને ગાય માટેના મહાવરાઓની રચનાત્મક અભિગમ ખૂબ સૂચક હોય છે.ગાયનું દૂધ સકારાત્મક બુધ્ધિનો વિકાસ કરે છે.દેશી ગાયનું ગૌમૂત્ર તથા ગાયનું છાણું તથા તેના દ્વારા નિર્મિત થતી રાખ ગાયની આ  તમામ વસ્તુઓ માનવજાત માટે આશીર્વાદ સમાન જ ગણાય છે.તેઓશ્રીએ વૈજ્ઞાનિક તથ્યોનો આધાર આપી ગાયનું છાણ, છાણાની રાખ વગેરેમાં ઓક્સિજનનું પ્રમાણ બહોળી માત્રામાં હોય છે એવું જણાવ્યું હતું. અમુક અસાધ્ય દર્દોમાં પણ ગાયનાં દૂધ, ગૌમૂત્ર, ગાયનું છાણ, ગાયનું ઘી એ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. અંતમાં નિયમિત ગાયના દૂધનું સેવન કરવું, પ્લાસ્ટિકનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી ટાળવો, દરેક વ્યક્તિએ એક વૃક્ષ તો અવશ્ય વાવવું જોઈએ. પર્યાવરણની શુદ્ધતા માટે પણ આ જરૂરી છે. છેલ્લે છેલ્લે ગાય સંબંધિત પુસ્તકોનું ખૂબ જ ટોકન ભાવથી જો ભાવિકો ઈચ્છે તેને વિતરણ કરવામાં આવેલ. અંતમા દક્ષિણા તરીકે આ પદયાત્રાને આગલા મુકામ સુધી વળાવવા માટે આવવા ગૌપ્રેમી ભક્તોને નિમંત્રિત કરવામાં આવેલ. આમ તો કોઈ રાજકીય મેળાવડો હોય તો અનેકની હાજરી હોય છે પરંતુ આ ગૌકથામાં ઘણી પાંખી હાજરી જોવા મળી હતી. પરંતુ ખરાં અર્થમાં આ પ્રવચનનો લ્હાવો તો ભાગ્યશાળીને જ મળે તેવી જ્ઞાન પ્રચુર વાતો જ આ જીવનનું સાચું ભાથું ગણાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *