સાવરકુંડલા તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમા આવતી કાલે મકરસંક્રાંતિ નિમિત્તે દાન પુણ્ય અને પતંગોત્સવ માટે સંપૂર્ણ સાવરકુંડલા શહેરમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે. જો કે હાલ કોવિડ ગાઇડલાઇનનાં નિયમોનું પાલન પણ જરૂરી છે. એટલે પતંગ ચકાવતી વખતે પણ નિયમોનું પાલન પણ કરવું જરૂરી છે. જો કે આમ તો આજે સમગ્ર શહેરમા જ્યાં જૂઓ ત્યાં વિવિધ રંગોથી દોરીને માંજવાનું કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. જો કે પતંગ ચકાવતી વખતે પણ કેટલીક સાવધાનીઓ રાખવી જોઈએ. ખાસ કરીને આ સમયમાં નાનાં બાળકોને દ્વિચક્રી વાહનોમાં બેસાડતી વખતે ગળા આસપાસ મફલર કે રૂમાલ વિંટાળવા જરૂરી છે. શહેરમા ચારે તરફ લાલ લીલાં પીળા ગુલાબી આસમાની પતંગોનું વેચાણ થતું જોવા મળે છે. આવતીકાલની તમામ તૈયારીઓ આજે રાત સુધીમાં કરી લેતાં સાવરકુંડલા શહેરની ગૃહિણીઓ પણ તલની ચીકી, શીંગની ચિકી કે દાળિયા મમરાંનાં લાડવા બનાવવામાં વ્યસ્ત છે. શહેરમાં વિવિધ સ્થળોએ શેરડીનું વેચાણ પણ પૂરજોશમાં છે. તો લગભગ દરેક ફરસાણવાળા આજે કાલ માટે ઊંધિયું દૂધપાક, સમોસા જેવી ખાદ્ય ચીજો બનાવવામાં આજ રાતથી જ લાગી જશે. શહેરમાં ગાય અને શ્ર્વાનને લાડુંનાં ભોજન કરાવવા પણ શહૂરના કેટલાય લોકો ઉત્તરાયણના સૂર્યોદયનો ઇંતેજાર કરતાં જોવા મળે છે.

