સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા મહુવા રોડ પર આવેલા ફૈઝે મુહમદી એજ્યુકેશનલ વેલફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા સંચાલિત એસ.એમ.જી.કે કોમ્પલેક્ષ મુકામે ગાંધી જયંતિ નિમિત્તે તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત એસ.એમ.જી.કે સંકુલના તમામ વિભાગો દ્વારા મહાત્મા ગાંધીના જન્મદિન નિમિત્તે સ્વચ્છતા અભિયાન ઝૂંબેશમાં શાળાના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ અને ફૈઝે મુસ્તફા દારૂલ ઉલુમના વિદ્યાર્થીઓએ સાવરકુંડલા શહેરમાં રસ્તાઓ, રાજ્ય સરકારના જાહેર રસ્તાઓ પર પ્લાસ્ટિક તેમજ અન્ય કચરાની સફાઈનું અભિયાન હાથ ધરીને ખૂબ જ ઉત્સાહજનક વાતાવરણમાં મહાત્મા ગાંધીની જન્મ જયંતિની હોંશભેર ઉજવણી કરી હતી. આ પ્રસંગે આ સંસ્થાના ડાયરેક્ટર શ્રી બોદર સાહેબ, શ્રી કુરેશી સાહેબ તથા આચાર્ય શ્રી એઝાઝભાઈ, કાદરીબાપુ, નાસીરઅલીબાપુ તથા આચાર્યા શ્રી નીલોફરબહેનના માર્ગદર્શન હેઠળ શ્રેષ્ઠ સ્વચ્છતા અભિયાનનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સ્વચ્છતા બાબતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઝૂંબેશને સફળ બનાવવા શાળાના સંલગ્ન વિભાગ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. જ્યા સ્વચ્છતા ત્યાં જ સુંદરતા એ ન્યાયે આ સંસ્થાના ડાયરેક્ટર શ્રી કુરેશી સાહેબ સમેત શિક્ષકોએ ખુદ હાથમાં સાવરણો લઈને જાહેર રસ્તાની સફાઈ કરતાં જોવા મળેલ છે.


