સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા છે કોઈ એવા નેતા જે પંડિત દીનદયાળ ઉપવન (જનતા બાગ) માં માનસિક શાંતિ મેળવવા પ્રવેશ કરવા માટે રૂપિયા પાંચ નાબૂદ કરાવી શકે. આ પ્રવેશ ફી અને એ પણ જાહેર બાગમાં પ્રવેશ માટે વ્યાજબી છે ખરી? હા, આ બાગનું મેઈન્ટેનન્સ કે રખરખાવ માટે નગરપાલિકા દ્વારા કોઈ અન્ય પધ્ધતિ અપનાવવામાં આવે તે ઈચ્છનીય, પરંતુ શહેરના ગરીબમાં ગરીબ માણસ પણ આ બગીચામાં નિશુલ્ક પ્રવેશ કરી પોતાનો માનસિક થાક, હતાશા, નિરાશાને થોડો આરામ આપી શકે એવો કશો સંવેદનશીલ નિર્ણય અંગે ન વિચારી શકાય.?? આમ ગણો તો વડોદરા જેવા મોટા શહેરોમાં પણ બાગમાં પ્રવેશ કરવા માટે કોઈ પ્રવેશ ફી હોય તેવું જાણવા નથી મળ્યું..!! આ નાવલીની ખમીરવંતી ધરા પર જ આવી વ્યવસ્થા કેમ? એ હજુ પણ સમજાય તેવું નથી.!!અરે ટેક્સ જ નાખવો હોય તો શહેરમાં લાઈટ, પાણી, ગટર, મિલકત વેરા, વ્યવસાય વેરા જેવા અનેક વેરાઓ સંલગ્ન લોકો પાસેથી વસૂલ કરવામાં આવે છે તો એમાં આમ જનતાની સુખાકારી કે માનસિક થાક ઉતારવા માટે બગીચામાં પ્રવેશ કરવા માટે પણ ફી (દાણ) ઉઘરાવવી એ આ લોકતંત્રમાં કેટલું વ્યાજબી કહેવાય?! એ પણ મનોમંથનનો વિષય તો અવશ્ય કહી શકાય. સાવરકુંડલા નગરપાલિકા દ્વારા અંગે કોઈ ઠોસ પોઝીટીવ નિર્ણય લઈને સાવરકુંડલા શહેરના મહુવા રોડ પર આવેલા આ પંડિત દીનદયાળ ઉપવન (જનતા બાગ) ની પ્રવેશ ફી યુધ્ધના ધોરણે નાબૂદ થાય તેવું આમ જનતા ઈચ્છે તેમાં ખોટું શું છે?

