Gujarat

સાવરકુંડલા શહેરમા લોહાણા મહાજન વાડી ખાતે કુંડલીયા પરિવાર આયોજિત દ્રારકેશ બાવાશ્રીના મુખેથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના ચોથા દિવસે વૈષ્ણવોએ માણ્યો અનેરો આનંદ.. રામજન્મોત્સવ, નંદમહોત્સવ, નૃસિંહ અવતાર અને વામન અવતારનાં પ્રસંગો ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવાયા

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલમાં કુંડલીયા પરિવાર આયોજીત દ્વારકેશ બાવાશ્રીનાં મુખે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં આજે ચોથા દિવસે વામન અવતાર ,  નૃર્સિંહ અવતાર ,રામ જન્મ તથા કૃષ્ણ જન્મ (નંદ મહોત્સવ) ની ઉજવણી ભારે આનંદ અને ઉમંગથી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવેલ. તેમાં નંદ મહોત્સવમાં નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે વૈષ્ણવઓથી ભરેલી  લોહાણા મહાજનવાડી  જાણે ગોકુલ – મથુરા હોય તેવું લાગતું હતું ,
આ પાવન પ્રસંગે સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા તથા મહેશભાઈ કસવાલા, દ્વારકેશ બાવાના આશીર્વાદ લેવા પધાર્યા હતા. આ તકે સાવરકુંડલા રઘુવંશી સમાજના મોભી સમાન ચંદ્રેશભાઈ રવાણી, અમરેલી લોહાણા મહાજન અગ્રણી જે. પી. ગોળવાળા, મહેશભાઈ મશરૂ, રાજુભાઈ નાગ્રેચા, પત્રકાર બિપીનભાઈ પાંધી, યોગેશભાઈ ઉનડકટ, પ્રવિણભાઈ સાવજ, રાજુભાઈ દોશી વગેરેએ પણ પૂ. દ્રાકેશલાલજીના આશિર્વાદ મેળવ્યા હતા. સભા સંચાલન વિજયકુમાર વસાણી અને મુકુંદભાઈ ચંદારાણા દ્વારા કરવામાં આવેલ.
 કથાના ચોથા દિવસના વિરામ બાદ  કુંડલીયા પરિવાર દ્વારા  મહાપ્રસાદનું પણ આયોજન  સ્વ બાબુલાલ જીવનલાલ કુંડલીયા, મનોરથી ગીરીશભાઈ કુંડલીયા
હરેશભાઈ કુંડલીયા તથા કુંડલીયા પરિવાર દ્વારા  કરવામાં આવ્યું હતું. આમ ગઈકાલે સમગ્ર સાવરકુંડલા પંથકના વૈષ્ણવો માટે ખૂબ જ પાવન દિવસ હોય સમગ્ર વૈષ્ણવ સમાજ પણ ભક્તિરસમાં તરબોળ થયેલો જોવા મળ્યો હતો. એક સાથે ભારતીય સંસ્કૃતિની ઝાંખી જેવાં ચાર ચાર ધાર્મિક પ્રસંગોની ઉજવણી દ્વારા વાતાવરણમાં પણ પવિત્રતા લહેરાતી જોવા મળી હતી.

IMG-20221113-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *