સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ વિશ્ર્વ માતૃભાષા દિવસ જેવાં શુભ દિવસે સાવરકુંડલા શહેરમાં મેઈન બઝાર જેવાં પોશ કોમર્શિયલ વિસ્તારમાં સાવરકુંડલા ક્ષેત્રે મધુરમ સિલેક્શન ગ્રુપ દ્વારા રેડ ફોક્ષ નામનો બ્રાન્ડેડ કપડાંનો શો રૂમ સાવરકુંડલા શહેરનાં માનવમંદિરનાં સંત શ્રી ભક્તિરામ બાપુનાં વરદ્ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો. આ તકે લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા અને ખોડલધામ સમાધાન પંચ સાવરકુંડલા તાલુકાના પ્રમુખ શ્રી કરશનભાઈ ડોબરીયા, ખોડલધામ સમિતિના સાવરકુંડલા તાલુકાના પ્રમુખ દેવચંદભાઈ કપોપરા, કોંગ્રેસ પ્રદેશ અગ્રણી ચંદ્રેશભાઈ રવાણી, હિતેશ સરૈયા સમેત શહેરના અનેક સામાજિક અને રાજકીય અગ્રણીઓ પણ આ શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સાવરકુંડલા તાલુકાના લોકોને હવે કંપનીના બ્રાન્ડેડ કપડાં ખરીદવા હવે ખૂબ દૂર નહીં જાવું પડે.. આ તકે રેડ ફોક્ષ શોરૂમના માલિક એવા રમેશભાઇ શેલાર, કમલેશભાઈ શેલાર તેમજ જયભાઈ શેલારે તમામ આમંત્રિતોને ભાવપૂર્વક આવકાર્યા હતાં


