Gujarat

સાવરકુંડલા શહેરમા સંતોના આશીર્વાદથી કૃષ્ણ જન્મોત્સવ સમિતિ દેવળા ગેઈટ સાવરકુંડલા દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ત્રિદિવસીય ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમ માણતાં દિવ્ય અનુભૂતિ થાય તેવો ધર્મપ્રેમીમાં માહોલ જોવા મળ્યો હતો 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા જન્માષ્ટમી પર્વ નિમિત્તે કૃષ્ણ જન્મોત્સવ સમિતિ દેવળા ગેઈટ સાવરકુંડલા ખાતે આ કૃષ્ણજન્મની ઉજવણીના ભાગરૂપે ખૂબ જ ધ્યાનાકર્ષક અને ધર્મપ્રેમીઓને ગમે તેવા રસિક કાર્યક્રમોનો રસથાળ પીરસવામાં આવેલ.કોઈ દંભ દેખાડો નહીં અને પર્વની ગરિમા જળવાય રહે તેવા પ્રેરણાદાયી સંસ્કૃતિનો એક અનોખી ઝલક જોવા મળી જે  પૈકી તારીખ ૧૭ મી ઓગસ્ટના રોજ રાત્રે ૯-૩૦ કલાકે નાસીક ઢોલના તાલે લોકોના મનડા ડોલાવ્યા. દેવળા ગેઈટના ચોકમાં આ મંચ પર જ ૧૮ ઓગસ્ટના રોજ સાંજે ૫ કલાકે રૂડા ગોપી સત્સંગનું આયોજન પણ ખરેખર દાદ માગી લે તેવું હતું તો આ સાતમના દિવસે સાવરકુંડલા સફાઈ કર્મચારીઓનું ખૂબ ભાવથી વિધિવત ચરણ પૂજન કરેલ. આમ સફાઈ કર્મચારીઓ આપણાં સ્વાસ્થ્ય સુરક્ષા માટેનું અભિન્ન અંગ છે. અને કૃષ્ણના જીવનનો સંદેશ પણ અહીં શ્રેષ્ઠ રીતે વ્યકત થાય છે કે કર્મનો મહિમા અનેરો છે. ગીતાજીના સાર સંદેશનો મહિમા પણ જીવનમાં સાંગોપાંગ ઉતરતો હોય તેવું પ્રતિત થતું જોવા મળેલ. . વળી રાત્રે ૯-૩૦ કલાકે ભારતીય સંસ્કૃતિની ઝલક સમાન સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ શ્રી રાજ શેખાવત, મોહિત સોની અને જયભાઈ પટેલ (નાગરાજ) નું વક્તવ્ય પણ ખૂબ રોચક અને માર્મિક હતું અને ૧૯ ને જન્માષ્ટમીના દિવસે સવારે ૯-૩૦ કલાકે ઠાકોરજીનું ભવ્ય પૂજન કરવામાં આવેલ. અને સાંજે ૪ વાગ્યે અન્નકૂટના દર્શન. અને રાત્રે ૯-૩૦ કલાકે હરિહર ડાન્સર્સ ગ્રુપ દ્વારા ભવ્ય રાધાકૃષ્ણ લીલા નૃત્ય નિહાળી  ભાવિકો પણ  ભાવવિભોર બન્યા. અને મધ્ય રાત્રીના બરોબર ૧૨ ના ટકોરે કૃષ્ણ જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવેલ. અને ખાસ નોંધનીય બાબત એ હતી કે કાનૂડાના દર્શનનો લ્હાવો ભાવિકોએ સમગ્ર રાતભર લીધો. આ સમગ્ર કાર્યક્રમના મુખ્ય દાતાશ્રીઓ જોય ઈ બાઈક સાગર મશીનરી ગ્રુપ સાવરકુંડલા, શક્તિ એગ્રો ટેકનોલોજી અને સહયોગી દાતાશ્રીઓ સુરેશભાઈ બી પાનસુરીયા (ઉપાધ્યક્ષ અમરેલી જિલ્લા ભાજપ), કમલેશભાઈ કાનાણી (પૂર્વ મહામંત્રી જીલ્લા ભાજપ, પ્રભારી ભાવનગર જીલ્લા કિસાન મોરચો.)તથા પ્રતિકકુમાર નાકરાણી, (સદસ્ય શ્રી  સાવરકુંડલા નગરપાલિકા, મેને. ટ્રસ્ટી, સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ સાવરકુંડલા) હતાં ઉપરોક્ત કાર્યક્રમ સિવાય વર્ષમાં એક જ વખત અનુદાન લઈને આ સંગઠન દ્વારા અન્ય કાર્યક્રમો જેવા કે મહાશિવરાત્રી નિમિત્તે ભાંગ પ્રસાદી વિતરણ, શ્રી રામજન્મોત્સવની ભવ્ય ઉજવણી, શ્રી હનુમાન જન્મોત્સવ, ગુરુપૂર્ણિમા પૂજન, શિવાજી મહારાજ જન્મોત્સવ તેમજ આ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

IMG-20220820-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *