પાટણ
પાટણ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે ત્યારે સમયસર સંક્રમણ અંગે રિપોર્ટ આધારે દર્દીને આઈસોલેટ કરવા સાથે પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે તો સંક્રમણ અટકાવી શકાય છે.આરટી-પીસીઆર લેબમાં કામગીરી સરળ અને સુચારૂપણે થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા જી.એમ.ઇ.આર.એસ.મેડીકલ કોલેજ ધારપુર ખાતે ૦૨ તથા રાધનપુર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે ૦૧ માઈક્રો બાયોલોજીસ્ટની પ્રતિનિયુક્તિ પર નિમણૂંક કરવામાં આવી છે. સાથે જ સિદ્ધપુર ખાતે શરૂ કરવામાં આવેલી લેબની કામગીરી માટે પેથોલોજીસ્ટ અને ટેક્નિશિયન સ્ટાફને તાલીમ પણ આપવામાં આવી છે તથા રાધનપુર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના સ્ટાફને તાલીમ આપવામાં આવી રહી છે. કોવિડ-૧૯ની પ્રથમ લહેર દરમ્યાન આઈસીએમઆર મંજૂરી મળતાં તા. તા.૧૦/૦૫/૨૦૨૦ના રોજ ધારપુર ખાતે આવેલી જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ ખાતે ઉત્તર ગુજરાતની સૌપ્રથમ આરટી-પીસીઆર (મોલેક્યુલર) લેબ શરૂ કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં પાટણ અને બનાસકાંઠા જિલ્લાના આશરે ૩.૩૫લાખ કરતાં વધુ સેમ્પલના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. આ સ્થિતિમાં વધુ ઝડપી અને બહોળા પ્રમાણમાં ટેસ્ટીંગ કરી શકાય તે માટે જિલ્લા કલેક્ટરની સુચના અનુસાર જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ ધારપુરના ડિન ડૉ.યોગેશાનંદ ગોસ્વામી દ્વારા આઈસીએમઆર મંજૂરી સહિત માત્ર એક જ અઠવાડિયામાં પ્રાયોગીક ધોરણે આ લેબ શરૂ કરવામાં આવી છે.પાટણ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને નાથવા જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આરોગ્ય સુવિધાઓને વધુ સક્ષમ બનાવવામાં આવી રહી છે. જે અંતર્ગત જી.એમ.ઇ.આર.એસ.મેડીકલ કોલેજ ધારપુર ખાતે શરૂ કરવામાં આવેલી ઉત્તર ગુજરાતની સૌપ્રથમ આરટી-પીસીઆર (મોલેક્યુલર) લેબ ઉપરાંત હવે સિદ્ધપુર તાલુકાની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે પણ આરટી-પીસીઆર લેબ શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ ધારપુરના ડિન ડૉ.યોગેશાનંદ ગોસ્વામીએ જણાવ્યું કે, ધારપુર જનરલ હોસ્પિટલ ઉપરાંત હવે ૫૦૦ સેમ્પલના ટેસ્ટીંગની ક્ષમતા ધરાવતી ઇ્-ઁઝ્રઇ લેબ સિદ્ધપુર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે પણ શરૂ કરવામાં આવી છે. સાથે જ રાધનપુર ખાતે પણ આરટી-પીસીઆર લેબ શરૂ કરવાની કામગીરી પ્રગતિમાં છે. જેનાથી ટ્રાન્સપોર્ટેશનનો સમય બચવાના કારણે સિદ્ધપુર અને સરસ્વતી ઉપરાંત રાધનપુર, સાંતલપુર, સમી અને શંખેશ્વર તાલુકાના નાગરિકોના કોવિડ સેમ્પલ્સના વધુ ત્વરીત ટેસ્ટ શક્ય બનશે.