ભાવનગર
કેટલાક ગામમાં તળાવ તો એવા છે કે જે પહેલેથી ઘણા ઊંડા છે છતાં એનકેન પ્રકારે તેને ઊંડા કરવાની પરવાનગી મેળવી તેમાંથી માટી ઉલેચાઈ રહી છે આ રીતે વધુ પડતા ઊંડા થઈ જતા તળાવ જ્યારે પૂરેપૂરા ભરાઈ જાય ત્યારે સ્થાનિકો માટે જાેખમી પણ બની રહે છે. કેટલીક જગ્યા પર તળાવમાંથી જેટલા ફૂટ સુધીની માટી કાઢવાની પરવાનગી હોય તેના કરતા ક્યાંય વધુ માટી ખોદી લેવામાં આવે છે આટલી ઉંચાઈ ધરાવતા દરેક તળાવ તેમાં સંઘરાયેલી પાણીના જથ્થાને કારણે લોકો માટે આસપાસના વિસ્તાર માટે જાેખમી બની રહે છે. જાે કે તળાવમાંથી મંજૂરી કરતાં વધુ ઊંડાઇ સુધી ખોદકામ કરી વધુ વધુ પડતી માટી લેવાતા ગેરરીતિની ફરિયાદ ઉઠી છે. આ યોજના હેઠળ જે તે તળાવમાંથી માટી કાઢવામાં આવે છે, તે માટી જે તે ગામના ખેડૂતોને ગ્રામ પંચાયતને તેના ઉપયોગ માટે આપવાની હોય છે જેનો ઇજારદાર દ્વારા સરેઆમ ભંગ કરીને બારોબાર વેચી મારવામાં આવે છે અને આ રીતે ગેરકાયદે માટી ખનન અને તેના ગેરકાયદે વેચાણ થાય છે.રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવેલ સુજલામ સુફલામ યોજના હેઠળ ભાવનગર જિલ્લામાં થઈ રહેલ કામગીરી સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે.ભાવનગર તાલુકાના ભાલ પંથકમાં પણ આ યોજના હેઠળ નિયમો અંતર્ગત તળાવો ઉંડા કરવાની કામગીરી થઇ રહી છે પરંતુ કેટલાક ગામોમાં આ યોજના હેઠળ જે કામગીરી થઇ રહી છે તેની સામે ગ્રામજનોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે.