Gujarat

સુત્રાપાડા ના આણંદપરા ગામના આર્મીમેન નિવૃત થતા વતન આવતા ભવ્ય સ્વાગત કરયુ

હાર્દિક કાનાબાર પ્રાચી
સોમનાથના ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ ની હાજરીમાં વિશાળ બાઇક રેલી  નુ આયોજન કરાયું
પ્રાચી તીર્થ.
સુત્રાપાડા  તાલુકા ના આણંદપરા ગામના આર્મીમેન નિવૃત થતા વતન આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ગોરખમઢી થી આણંદપરા ગામ સુધી યોજાયેલ ભવ્ય બાઇક રેલીમાં સોમનાથના યુવા ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ સહીત આગેવાનોને હાજર રહ્યા હતા સુત્રાપાડા ના આણંદપરા ગામના કાનાભાઈ રાજાભાઈ બારૈયા ઇન્ડિયન આર્મીમાંથી નિવૃત્ત થઈ તેમના માદરે વતન પહોંચ્યા હતા ત્યારે આણંદપરા ગામ તેમજ આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તાર ના લોકો દ્વારા ગોરખમઢી થી આણંદપરા ગામ સુધી ભવ્ય વિશાળ બાઇક રેલી યોજી હતી અને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આર્મી એસોસિયેશન ના પ્રમુખ રામભાઈ ચારીયાએ પ્રેરક ઉદબોધન આપ્યું હતું અને ગીર સોમનાથના યુવા ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ ના પ્રતિનિધિ બચુભાઈ વાજા, જિલ્લા પંચાયતના સદસ્ય બાબુભાઈ પરમાર, ગામના સરપંચ ધાનાભાઈ બામણીયા, માજી સરપંચ માલદેભાઈ બામણીયા, નિવૃત આર્મીમેન જવાનો, તથા સમાજના આગેવાનો, ઉપસ્થિત રહી શોભામાં વધારો કર્યો હતો અને નિવૃત્ત આર્મી મેન કાનાભાઈ બારૈયા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું..

IMG-20220705-WA0121.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *