એ.એસ.આઈ રમજાનભાઈ વય મર્યાદા કારણે થયા નિવૃત્ત.
ગિરગઢડા
ભરત ગંગદેવ.
સુત્રાપાડા ના એ.એસ આઈ રમજાનભાઈ મજગુલ
વય મર્યાદા કારણે થયા નિવૃત્ત થતા આજે સુત્રાપાડા ખાતે તેમનો વિદાય સમારોહ યોજાયો એ.એસ.આઇ રમજાનભાઈ મજગુલ તેઓએ સૌપ્રથમ જુનાગઢ થી નોકરીની શરૂઆત કરી હતી ત્યાર પછી ઉના, ગીરગઢડા, માંગરોળ,ભેસાણ, માળીયા, ત્યાંથી સીધા સુત્રાપાડા પોલીસ માં આવ્યા હતા એ.એસ.આઇ રમજાનભાઈ એ વધુમાં વધુ આ વિસ્તારમાં પોતાની ઈમાનદારી પૂર્વક ટ્રાફિક ની ડ્યુટી કરી અને આ વિસ્તાર ના લોકો સાથે રહી અને એક સારી સાબ ઊભી કરી હતી આજે તેમનો વિદાય સમારોહ સુત્રાપાડા ખાતે યોજાયો હતો જેમાં સુત્રાપાડા સ્ટાફ તથા મહાનુભાવો દ્વારા તેમને સાલ, મોમેન્ટો, ગિફ્ટ આપીને ભાવભેર વિદાય આપવામાં આવી હતી આ તકે સુત્રાપાડા ના પી.એસ.આઇ હેરમાં આઈ.બી. પી.એસ.આઇ ડોડીયા ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી દિલીપસિંહ બારડ, નગરપાલિકાના ચેરમેન કાળાભાઈ બારડ, સુત્રાપાડા પોલીસ સ્ટાફ, તથા ગ્રામજનો બોહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાવભેર વિદાય આપવામાં આવી હતી.


