ગિરગઢડા
ભરત ગંગદેવ..
પાંચી…સુત્રાપાડા પોલીસમાથી મળતી માહિતી મુજબ ગીર સોમનાથ જિલ્લા એસ.ઓ.જી.બ્રાંચની અધિકારીઓએ સુત્રાપાડા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે સુત્રાપાડા બંદર નજદીક આવેલ કંડલા સોસાયટીમાં રેડ મારતા એક રહેણાક મકાનમાથી ૫૩૭૦ ગ્રામ ગાંજો મળી આવતા ગાંજા સાથે મુળ બિહારના વતની આરોપી ને પકડી પાડેલ ગીર સોમનાથ જિલ્લા SOG બ્રાન્ચનાપી.એસ.આઈ.વી.આર.સોનારા સાથે એ.એસ.આઈ.કેતનભાઈ જાદવ,ઇબ્રાહિમશા બાનમા,પો.હે.કોન્સ.સુભાષભાઈ ચાવડા,કમલેશભાઈ પીઠિયા,મેહુલસિંહ પરમાર તમામ સ્ટાફના લોકો સુત્રાપાડા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે મહેલસિંહ પરમારના એક બાતમીદાર દ્વારા બાતમી મળતા સુત્રાપાડા કંડલા સોસાયટીમાં રેડ કરતાં એક રહેણાક મકાનમાથી એક સફેદ કલરનું થેલીમાં ગાંજો મળી આવતા આ મકાનમા રહેતા મુળ બિહારના લક્ષ્મણપુર ગામના વતની રામબાબુ શંકરપ્રસાદ મહોતાની અટક કરી ગુન્હો નોંધી વધુ તપાસ કરતાં આ તમામ ગાંજો આરોપી બે મહિના પહેલા બિહાર ગયેલ ત્યારે એમના ગામ લક્ષ્મણપુર ગામની બાજુમાં આવેલ સરૈયા ગામે આવેલ એક રાશનની દુકાનેથી એક કિલો ગંજના ૩૦૦૦ હજારના ભાવે લઈ આવેલ એવું કબુલ કરેલ આ કેશની તપાસ SOG પી.એસ.આઈ.વી.આર.સોનારા કરી રહ્યા છે.

