ગિરગઢડા તા 27
ભરત ગંગદેવ..
હાલમાજ ગીર ના કોડીનાર ના જંત્રાખડી ગામે 8 વર્ષ ની બાલા સાથે દુસકર્મ.બાદ તેની હત્યા ની ઘટનાના પગલે રાજ્ય ભરમાં હાહાકાર મચ્યો છે
આ દીકરી સાધુ સમાજ ની હતી જેના કારણે સાધુ સમાજ માં ઘેરા પ્રત્યાઘાત પડયા છે ત્યારે સુપ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુ આજે જંત્રાખડી પહોંચ્યા હતા જ્યા પીડિત પરિવાર ની મુલાકાત કરી બાપુ એ તેને સાંતત્વના પાઠવી હતી મોરારીબાપુ બદ્રી નાથ થી કથા પૂર્ણ કરી સીધાંજ દીવ એરપોર્ટ પહોંચ્યા અને ત્યાંથી કાર મારફત જંત્રાખડી પહોંચ્યા હતા
મોરારીબાપુ એ સમગ્ર ઘટના ને દુઃખદ ગણાવી વખોડી કાઢી હતી પરિજન ની મુલાકાત બાદ બાપુ સીધાંજ બાલા ના સમાધિ સ્થળ પહોંચ્યા હતા જ્યા તેમને બાળકી ની આત્મા ને ભગવાન શાંતિ આપે તેવી પ્રાથના કરી હતી મોરારી બાપુ એ ચોરાની અંદર રામ ધૂન બોલાવી હતી અને મીડિયા ને પ્રતિકરોયા આપતા જણાવ્યું કે આરોપી ને સખત મા સખત સજા થાય તેવી બાપુ એ માંગ કરી છે


