Gujarat

સુપ્રસિદ્ધ તુલસીશ્યામ ખાતે ટ્રસ્ટમાં ખાલી પડેલી જગ્યાઓમાં નિમણૂક કરાય.

સમગ્ર શ્યામ સેવકોમાં હર્ષની લાગણી મંદિરનો વિકાસ વધુ વેગ વન તો બનશે..

ઊના – સુપ્રસિદ્ધ યાત્રાધામ તુલસીશ્યામ ખાતે તુલસીશ્યામ ટ્રસ્ટ દ્વારા યાત્રાધામ તુલસીશ્યામનો વહીવટ ગૌશાળા તમામ વહીવટ તુલસીશ્યામ ટ્રસ્ટ હસ્તક આવેલો છે. કુલ ૯ સેવાભાવી વ્યક્તિ તમામ વહીવટ કાર્યરત હતો. જેમાં ૩ ટ્રસ્ટીઓના દુઃખદ અવસાન થતાં જગ્યા વણ પુરાઈ હતી. આ જગ્યા ભરવા માટેનો નિર્ણય તુલસીશ્યામ ટ્રસ્ટી ટ્રસ્ટના સભ્ય ડોક્ટર બીબી વરૂ, રમેશભાઇ સાગર, કિશોરભાઈ સોની, બિરજુભાઈ સોની, બાબુભાઈ માણસા, યોગેન્દ્રભાઈ મહેતા શહીતે નિર્ણય કરેલ કે ત્રણ જગ્યાઓ ખાલી છે. જેમાં શ્યામ સેવકો માંથી પસંદગી કરી બાબરીયાવાડ માંથી જ નિમણૂંક કરવી. અને તુલસીશ્યામ ખાતે નિમણૂંક કરવામાં આવી જેમાં જાફરાબાદ તાલુકા પંચાયતના માજી પ્રમુખ ગૌતમભાઈ વરુ, તુલસી શ્યામ મંદિર શ્યામ તુલસીશ્યામ સાથે ડેડાણ શ્યામ મંદિર સાથે સેવાકીય પ્રવૃતિઓ જોડાયેલા સૌથી વધુ શિક્ષિત સેવા પ્રવૃત્તિઓ તુલસી શ્યામ મંદિર ખાતે સદાય સેવા કાર્ય વ્યસ્ત એવા રાજવી પરિવારના દરબાર મહેશભાઈ કોટીલા તથા બાબરીયાવાડ માં કાઠી સમાજમાં સારું એવું પ્રભુત્વ ધરાવતા કોઠા શુઝ એવા કથડ બાપુ ધાખડા ઉર્ફે કથડ મામાની નિમણૂંકની જાહેરાત થતાં સમગ્ર બાબરીયાવાડ શ્યામ સેવકો આ ત્રણેય નવી નિમણૂંકો પસંદગી ટ્રસ્ટમાં થતાં વરણીને આવકારવામાં આવી છે. હવે તુલસીશ્યામના વિકાસમાં વધુ એક મોર પીછું ઉમેરાય અત્રે ઉલ્લેખનીય છે કે મંદિરનો વહીવટ ટ્રસ્ટીઓ દ્વારા કોરોનામાં સતત જાગૃત રહેલા ઉના શહેરના  લોકપ્રિય ડોક્ટર સેવાભાવી ડોક્ટર અને તુલસીશ્યામ ટ્રસ્ટનું વહીવટ કરતા ડોક્ટર બી બી વરુ પોતે ડોક્ટર હોવા છતાં સમય કાઢી અને તુલસીશ્યામ ટ્રસ્ટની પ્રવૃત્તિમાં સતત જાગૃત હોય છે. ડો બીબી વરુ જમા પાસું છે તાજેતરમાં સરકાર માંથી તુલસીશ્યામની પસંદગી કરાઈ એસી લાખની ગ્રાન્ટ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે મંજૂર કરાવવામાં ટ્રસ્ટી ડોક્ટર બીબી વરુ મહત્વનું યોગદાન હોય જે ગ્રાન્ટ આવતા જ માં ગરમ પાણીના કુંડ રસ્તો કલર કામ સીતારામ ભોજનાલય રીપેરીંગ શહીતનું કામ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા ટૂંક સમયમાં તુલસીશ્યામ મંદિરે કામગીરી હાથ ધરવામાં આવશે આમ લાંબા સમયથી તુલસીશ્યામ ટ્રસ્ટીઓની નિમણૂક થતા આ વરણીને આવકારતા શ્યામ સેવકો બેંકના ડિરેક્ટર દાદ બાપુ વરુ જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી, રવુ ભાઈ ખુમાણ ડેડાણ, કોળી સમાજ પ્રમુખ બાબુભાઈ મકવાણા, હકાભાઇ મુંબઈ, મનુભાઈ મહેતા મુંબઈ, નિર્મભાઇ ખુમાણ જાબાળ, જિલ્લા કોંગ્રેસ અગ્રણી ટીકુભાઈ વરુ રાજુલા નગર પાલિકાના પ્રમુખ સત્ર જતભાઈ ધાખડા, આણદુભાઇ ધાખડા, માજી ધારાસભ્ય હિરાભાઇ સોલંકી, તાલુકા પં. અનિરુદ્ધભાઈ વાળા, ભાભલુભાઈ વાળા, જોરૂભાઈ ધાખડા રાજુલા તથા કેશુભાઈ વરૂ ઉના સેવક મનુભાઈ, કનુભાઈ તુલસીશ્યામ મેનેજર ગોંડલીયા, મુંબઈ સોની પરિવાર સહિતે ટ્રસ્ટી મંડળે કરેલી વર્ણીને આવકારી હતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *