Gujarat

સુરતથી મતાના મઢ (કચ્છ) સુધી 75 સાયકલિસ્ટ સાયકલ યાત્રાએ નિકળ્યાં  

સાયકલિસ્ટોનું અંકલેશ્વર ભવ્ય સ્વાગત
75 વૃક્ષો વાવી માતાની આરાધના કરશે
સુરતથી માતાના મઢ (કચ્છ) 750 કિમીની સાયક્લિંગ યાત્રાએ નિકળેલા જય આશાપુરામાં આસ્થા ગ્રુપના 75 સાયકલિસ્ટ અંકલેશ્વરમાં આવી પહોંચતા અંકલેશ્વર-ભરૂચના સાયકલીસ્ટ ગ્રુપના સભ્યોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
લોકોમાં જનજાગૃતિ લાવવા સુરત જય આશાપુરામાં આસ્થા ગ્રુપ દ્વારા એ હાલો માતાના મઢ (કચ્છ) સુધી સાયકલ યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં 75 સાયકલિસ્ટ 20 સપ્ટેમ્બરે સુરતથી નીકળીને 750 કિમિનું અંતર કાપીને 27 સપ્ટેમ્બર 2022ના રોજ આશાપુરા માતાના મઢ (કચ્છ) પહોંચશે. આ સાયકલ યાત્રા દરમિયાન 75 સાયકલ યાત્રીઓ 75 વૃક્ષારોપણ કરીને દર રોજ 75 મિનિટ માતાજીની આરાધના કરીને લોકોમાં સરકારની યોજના ‘પેડલ ફોર હેલ્થ, પ્રદુષણ મુક્ત ભારત તથા ફિટ ઇન્ડિયા હિટ ઈન્ડિયાનો ઉદ્દેશ સાથે સાયકલિંગ કરવાથી થતા ફાયદાઓ અંગે લોકોને માહિતગાર કરશે.
તેઓ સુરતથી નીકળ્યા બાદ અંકલેશ્વર ખાતે આવી પહોંચતા અંકલેશ્વર-ભરૂચ સાયકલિંગ ગ્રુપના સ્વેતા વ્યાસ અને નિલેશ ચૌહાણે તેમનું ભવ્ય સ્વાગત કરી આવકારી તેઓ સહીસલામત આશાપુરા માતાના મઢ (કચ્છ) પહોશે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

IMG-20220921-WA0175.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *