Gujarat

સુરતના કતારગામના કોન્ટ્રાકટરે પોતાની કાર મિત્રને વેચાણ કરવામાં છેતરાયો

સુરત
કતારગામના સિવિલ કોન્ટ્રાક્ટરે પોતાની લકઝરિયસ કાર મિત્રને વેચાણ કરવામાં ભેરવાયો છે. સિવિલ કોન્ટ્રાક્ટરે મિત્ર પર વિશ્વાસ કરી લકઝરીયસ કાર રૂ. ૨૪.૧૧ લાખમાં સોદો નક્કી કર્યો હતો. મિત્રએ ટોકન પેટે ૯૧ હજારની રકમ આપી કાર લઈ ગયો હતો. બાકીની ૨૩.૨૦ લાખની લોન ૩ મહિનામાં પોતાના નામે ટ્રાન્સફર કરાવી દેવાની વાત કરી હતી. ૩ મહિનામાં લોન ટ્રાન્સફર ન કરાવી ઉપરથી લોનનો હપ્તો પણ ભર્યો ન હતો. આથી કોન્ટ્રાકટર જતીનભાઈ કોશિયાએ મિત્ર જયદીપ મોરડીયાને આ બાબતે ટકોર કરી હતી. જેથી મિત્રએ ૬-૭ લોનના હપ્તા રેગ્યુલર ભરી બાદમાં લોન ભરવાની બંધ કરી દીધી હતી. મિત્ર કારની લોન ભરતો ન હોય જેના કારણે કોન્ટ્રાકટરનો સિબીલ રેકર્ડ ખરાબ થતો હતો સિવિલ કોન્ટ્રાક્ટર જતીન કોશિયાએ મિત્રને લોનના બાબતે કોલ કરતા તે જવાબ આપતો ન હતો. બેંકમાં કારની લોનની પેનલ્ટી સાથે ૧૪.૪૫ લાખની રકમ બાકી હતી. સિવિલ કોન્ટ્રાક્ટર જતીન કોશિયા મિત્ર પાસે કાર પરત માંગી છતાં તે આપતો ન હતો ઉપરથી લોનના હપ્તા પણ ભરતો ન હતો. જેના કારણે કોન્ટ્રાકટર જતીન કોશીયાએ કતારગામ પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે જયદીપ ધીરૂ મોરડીયા(ધર્મિષ્ઠા પાર્ક સોસા, નાના વરાછા) સામે ચીટીંગનો ગુનો નોંધ્યો છે. આરોપી જયદીપ મોરડીયા પહેલા સીમાડા નાકા પાસે કાર મેળો ચલાવતો હતો.

File-01-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *