સુરત
સુરતના અમરોલી વિસ્તારમાં કોસાડ આવાસ ૩૨નંબરની બિલ્ડિંગમાં પાંચેક ગાડીઓને રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા ઇસમે આગ લગાવી દીધી હતી. ધુમાડા અને આગની જ્વાળાથી બૂમાબૂમ મચી ગઈ હતી. જેથી સ્થાનિકોએ સાથે મળીને આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો.જાે કે બાઈક સહિતના વાહનો સળગીને ખાક થઈ ગયાં હતાં. કોસાડ આવાસના આશિર્વાદ કોમ્પલેક્સમાં રહેતા દેવદાસ સોમાભાઈ કડરેએ જણાવ્યું હતું કે, રાતના સ્પલેન્ડર ૧ વાગ્યા આસપાસ આગનો ધુમાડો નીકળ્યો હતો. લોકોની બૂમાબૂમથી બહાર નીકળ્યાં હતાં. ત્યારે મારૂં સ્પ્લેન્ડર સહિતના વાહનો આગની જ્વાળાઓમાં સળગી રહ્યાં હતાં. જેથી પોલીસને જાણ કરી હતી. આ અગાઉ પણ આગની દુર્ઘટનાઓ સામે આવી છે. જેથી આવા ટીખળખોરો ઝડપથી પકડાઈ જાય તેવી માગ આવાસના લોકો કરી રહ્યાં છે.સુરતના અમરોલી વિસ્તારમાં ટીખળખોરો સક્રિય બન્યા છે. કોસાડ આવાસમાં બિલ્ડીંગ નીચે પાર્ક કરેલા વાહનોને મોડિરાત્રે અજાણ્યા ઈસમોએ આગ લગાવી દીધી હતી. જેની જાણ સ્થાનિકોને થતાં તેઓએ બૂમાબૂમ કરી મૂકી હતી. બાદમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જાે કે પાંચેક વાહનો આગમાં બળીને ખાક થઈ ગયાં હતાં. બાદમાં પોલીસને જાણ કરી ફરિયાદ નોધાવી હતી. હાલ અમરોલી પોલીસે વારંવાર આગચંપી કરી નાસી જતાં તત્વોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


