બારડોલી
સુરત ના અમરોલી વિસ્તાર ના છાપરાભાઠા પટેલ ફળિયામાં રહેતા હરેશભાઇ ચંદુભાઈ પટેલ ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેઓની ગત ૨૦૧૬ ના વર્ષ માં ખાનપુર ગામના અશોકભાઇ ચૌહાણ અને શામપુરાના નરેશ ભાઈ સાથે મિત્રતા થઈ હતી. ચંદુભાઈએ આ બંને મિત્રો ને જણાવ્યું કે બારડોલી તરફ કોઈ ખેતી ની જમીન લેવી છે કોઈ હોય તો કહેજાે. થોડા દિવસ પછી આ બંને મિત્રો એ બારડોલી ના મોવાછી ગામે રહેતાં લક્ષ્મણસિંહ નાગજીભાઈ ગોહિલની માલિકી ની સર્વે નંબર ૬૪ વાળી જમીન પૈકી ની બે વીંઘા જમીન તેમના પુત્ર કરણસિંહ ગોહિલના ભાગ માં આવેલ છે, અને તે વેચી દેવાની વાત જણાવી હતી. જેથી ચંદુ ભાઈ આ જમીન ગત તારીખ ૨૧/૪/૨૦૧૬ ના રોજ જાેવા ગયા હતા અને પસંદ આવી જતાં તેમણે આ જમીન નો સોદો રૂપિયા ૨,૨૨,૧૧,૧૧૧ માં બાબેન ખાતે ભેગા મળી નક્કી કર્યા હતો અને આ અંગે જમીન જેમના નામે હતી એવા લક્ષ્મણસિંહે પણ રૂપિયા ચૂકવાઈ જાય પછી દસ્તાવેજ કરી આપવા સહમતી દાખવી હતી. આ જમીન ના અવેજ પેટે અલગ અલગ તારીખે સાહેદો ની હાજરી માં ચંદુ ભાઈ પટેલે કરણ સિંહ ગોહિલ રહે.સાઈ દર્શન સોસાયટી સચિન ગામ સુરત ને જમીન ના સોદા ની પૂરેપૂરી રકમ ચૂકવી આપી હતી જાે કે જમીન કરણસિંહ ના પિતા ના નામે હોવાથી જે તે સમયે દસ્તાવેજ કરી આપ્યો ન હતો.એ પછી ફરિયાદી એ કરણસિંહ ની હાજરી માં જમીન મપાવી તાર ની વાડ કરી હતી અને એક વર્ષ શેરડી નો પાક પણ લીધો હતો.એ પછી કોરોના ના કારણે તેઓ મોવાછી જઈ શક્યા ન હતા.પાછળ થી જેની સાથે સોદો થયો હતો એ કરણસિંહ નો ભાઈ વિક્રમસિંહ લક્ષ્મણ સિંહે આ જમીનમાં ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવી દઈ જમીન પર કબજાે જમાવી દીધો હતો. ચંદુ ભાઈ પટેલ ગત થોડા સમય પછી જમીન નો કબ્જાે પરત લેવા જતાં મૂળ માલિક લક્ષ્મણસિંહ નાગજી ગોહિલ, વિક્રમસિંહ લક્ષ્મણ સિંહ ગોહિલ અને કરણ સિંહ લક્ષ્મણ સિંહ ગોહિલે ફરિયાદી ને જાન થી મારી નાખવાની ધમકી આપી હતી અને જમીન નો દસ્તાવેજ કરી આપવા પણ ઇન્કાર કર્યો હતો.આ સંદર્ભે ચંદુ ભાઈ પટેલે બારડોલી પોલીસ મથકે અરજી આપી હતી અને તપાસ દરમિયાન એમાં તથ્ય જણાતાં બારડોલી પોલીસે લક્ષ્મણસિંહ,વિક્રમસિંહ બંને રહે.મોવાછી તા.બારડોલી અને કરણ સિંહ ગોહિલ રહે સચિન સામે વિશ્વાસઘાત અને ધમકી આપવા સંદર્ભે ગુનો દાખલ કરી આગળ ની તપાસ શરૂ કરી હતી.બારડોલીના મોવાછી ગામે આવેલી ખેતી ની બે વીંઘા જેટલી જમીન સુરત ના એક ઈસમે ૨.૨૨ કરોડ માં સોદા ચિઠ્ઠી ના આધારે ખરીદી હતી. આ જમીન ના રૂપિયા ચૂકવાઈ ગયા બાદ જમીન માલિક અને તેના બે પુત્રો એ ગલ્લા તલ્લા કર્યા હતાં. જમીન ખરીદનાર જમીનનો કબ્જાે લેવા મોવાછી ગામે ગયા ત્યારે આરોપી ઓ દ્વારા તેમને જાન થી મારી નાખવા ની ધમકી આપવામાં આવી હતી.આ મામલે બારડોલી પોલીસ મથકે છેતરપિંડી અને ધમકી અંગે ત્રણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
