Gujarat

સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી કંસારા શેરીમાં સોનાના વેપારી પાસેથી દોઢ કરોડથી વધુની લૂંટ

સુરત
સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી કંસારા શેરીમાં લૂંટની ઘટના બની છે. મોપેડ પર આવેલા ૩ લૂંટારૂઓએ સોનાના વેપારી પાસેથી દોઢ કરોડથી વધુની લૂંટ ચલાવી છે. લૂંટારૂઓએ ચપ્પુ જેવું હથિયાર બતાવીને થેલો ઝૂંટવી લઈ ફરાર થઈ ગયાના ઝ્રઝ્ર્‌ફ સામે આવ્યાં છે. જેથી પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. એસીપી, બી. એમ. વસાવાએ જણાવ્યું હતું કે, પોલીસને હાલ લૂંટ અંગેની જાણ કરવામાં આવી છે. જેથી પોલીસે સમગ્ર ઘટનામાં ફરિયાદ નોધવાથી લઈને વધુ તપાસ હાથ ધરી છે. મોપેડ પર આવેલા ત્રણ યુવકો તેમના ચહેરા પર માસ્ક બાંધ્યા હતાં. પાછળ બેઠેલાએ ચહેરો ન દેખાય તે માટે લાંબો રૂમાલ પણ બાંધ્યો હતો. લૂંટારૂઓએ ચપ્પુ જેવું હથિયાર બતાવીને થેલો લૂંટી લીધો હતો. બાદમાં વેપારીએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં.સાથે જ લૂંટની ફરિયાદ નોધવાની સાથે વધુ તપાસ હાથ ધરી છે. મહિધરપુરાની કંસારા શેરીમાં લૂંટ ચલાવનારા લૂંટારા ઝ્રઝ્ર્‌ફમાં કેદ થઈ ગયાં હતાં.લૂંટારૂઓ સફેદ કલરની મોપેડ પર આવ્યાં હતાં. લૂંટ ચલાવીને આરામથી મોપેડને યુ ટર્ન કરીને નાસી જતાં ઝ્રઝ્ર્‌ફમાં કેદ થઈ ગયાં છે. ઝ્રઝ્ર્‌ફના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કરોડથી વધુની લૂંટ થઈ હોવાનું સામે આવતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. એસીપી, બી. એમ. વસાવાએ જણાવ્યું હતું કે,લૂંટ થયાનો કોલ મળ્યો હતો. તેની તપાસ ચાલુ છે. લૂંટમાં શું લૂંટાયું તે અંગે મૌન સેવતા વસાવાએ ઉમેર્યું કે, હાલ ફરિયાદ નોધવાની કામગીરી ચાલે છે. ક્યા વેપારી હતા અને થેલામાં શું હતું તે અંગેની તપાસ ચાલુ છે. પોલીસ સૂત્રો કહે છે કે, એક સોની લગભગ દોઢ કરોડના સોનાની ડિલિવરી આપી રોકડ રૂપિયા લઈ ઓફિસે જવા નીકળ્યો હતો. ત્યારે કંસારા શેરીમાંથી પસાર થતી વખતે બાઇક સવાર ઈસમોએ આતરી ચપ્પીની અણીએ રૂપિયા ભરેલું બેગ લઈ ભાગી ગયા હતાં. ભરબપોરે બનેલી ઘટનાની જાણ લગભગ પોલીસને સાંજે ૪ વાગે થતા પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. હાલ મહિધરપુરા પોલીસ કંસારા શેરીમાં સ્થળ તપાસ કરી લૂંટારૂઓનું પગેરું શોધી રહી છે. જ્યારે બીજી બાજુ ડીસીપીના અધિકારીઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીની ફરિયાદ લઈ રહ્યા છે. લૂંટની ઘટનાને નજરે જાેનાર ગિરીશભાઈ પારેખએ જણાવ્યું હતું કે,મોપેડ પર આવેલા ત્રણ શખ્સો ઝપાઝપી કરી રહ્યા હતા. વેપારીને ચપ્પુ બતાવી થેલો લૂંટી લીધો હતો. ગણતરીની સેકેન્ડમાં લૂંટારૂઓ લૂંટ ચલાવી ભાગી ગયા હતા. ચપ્પુનું કવર પણ લૂંટારુઓના હાથમાં હતું.

The-robbery-happened.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *