Gujarat

સુરતના વરાછામાં કિન્નરે બિલ્ડરના ઘરેથી દાગીના-રોકડ લઈ ફરાર

સુરત
સુરતના બિલ્ડરના ઘરે આવેલા કિન્નરે માતાજીના દીવાના તેલ માટે રૂપિયા માગ્યા બાદ બિલ્ડરની પત્ની અને પુત્રવધૂને કેફી દ્રવ્યનું પાણી પીવડાવી બેહોશ કરી નાખ્યાં હતાં. ત્યાર બાદ ઘરમાંથી ઘરેણાં અને રોકડા મળીને ૧૪૨૧૦૦ રૂપિયા ચોરી કરીને નાસી ગયો હતો. લંબે હનુમાન રોડ ખાતે આવેલી પ્રભદર્શન સોસાયટીમાં પ્રકાશભાઈ ઝવેરભાઈ પરિવાર સાથે રહે છે. તેઓ વ્યવસાયે બિલ્ડર છે. તેમનાં પત્ની વિલાસબેન અને પુત્રવધૂ રિતિકાબેન ઘરે હતાં. નકલી કિન્નર અને એની ટોળકીને ડીસીબીએ રોડ પર લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી સ્ટેશન પાસેની એક હોટલ બહારથી દબોચી લીધા હોવાનું પણ જાણવા મળ્યું છે. શ્રદ્ધાના નામે ઘરમાં ઘૂસી નકલી કિન્નર ટોળકી પકડાતાં જ અનેક કેસ ઉકેલાય એવી શક્યતાઓ દેખાય રહી છે. તેઓ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ કામકાજને લઈ બહાર ગયા હતા. એ દરમિયાન ઘરમાં તેમનાં પત્ની અને વહુ તેમજ અઢી વર્ષનો દીકરો જ હતાં. એ સમય એ એક નકલી કિન્નર ઘરમાં ઘૂસી ગયો હતો. પાણી પીવડાવો… ભગવાન તમારું સારું કરશે, એમ કહી સાસુ-વહુને શ્રદ્ધાની ઝપેટમાં લીધાં હતાં. ત્યાર બાદ ચોખા-પાણી માગી બન્ને મહિલાઓને હિપ્નોટાઇઝ કરી બેભાન કરી દીધાં હતાં. સાસુ-વહુ બેભાન થતા જ કિન્નર ઘરના કબાટમાંથી દાગીના અને રોકડ મળી ૧.૪૨ લાખની મત્તા ચોરી ભાગી ગયો હતો. ૧૫ મિનિટ બાદ ભાનમાં આવેલી બન્ને મહિલાઓને કંઈક અજુગતુ થયું હોવાનો ભાસ થતા ફોન કરી તેમને જાણ કરી હતી. હું દોડીને ઘરે આવ્યો તો કિંમતી સામાન ગાયબ હતો. તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં જાણ કરતા વરાછા પોલીસ, ડીસીબી સહિતનો કાફલો દોડી આવ્યો હતો. તપાસ કરતા કિન્નર હોવાનું સામે આવ્યું હતું. સોસાયટી બહાર ઓટો રીક્ષા પાર્ક કરી આ કિન્નર પહેલા બાજુની સોસાયટીમાં ગયો હતો. જાેકે રવિવાર ને લઈ તમામ બગલાઓમાં પુરુષો હોવાથી ૫૦-૧૦૦ રૂપિયા લઈ નીકળી ગયો હતો. ત્યારબાદ પ્રભુ દર્શન સોસાયટીમાં પણ ૭ બગલમાં ફર્યો હતો. ત્યાથી પણ ૫૦-૧૦૦ લઈ અમારા બગલમાં આવ્યો હતો. જ્યાં એને મહિલાઓ એકલી હોવાનું જાણતા જ લૂંટ ચલાવી હતી. એટલું જ નહીં પણ હિપ્નોટાઇઝ કરી લૂંટ કરી હોવાનું કગી શકાય છે. પોલીસની સુંદર કામગીરી સામે આવી છે. સોસાયટી બહાર પાર્ક રીક્ષાના નંબર ના આધારે રોડ ઉપર લાગેલા સીસીટીવી ચેક કરી લૂંટારું ટોળકી સુધી ગણતરીની મિનિટોમાં પહોંચી ગયા હતા. સુરત રેલવે સ્ટેશન પાસેની ફૂડકોટ હોટેલ બહાર થી પોલોસે ત્રણ ને પકડી પાડી મુદ્દામાલ પણ કબજે લીધો છે. ડીસીબી ને વરાછા પોલીસની પ્રસન્સનીય કામગીરી બદલ અમને અમારી કિંમતી વસ્તીઓ મળી છે. કિન્નરના કહ્યા મુજબ વિલાસબેન અને રિતિકાબેન આ પાણી પી ગયા હતા. કિન્નરે તે પાણીમાં ઘેનવાળો પદાર્થ મિક્સ કરેલો હોવાથી સાસુ-પુત્રવધુ બંને બેહોશ થઈ ગયા હતા. થોડા સમયમાં હોશમાં આવતા ઘરમાં સામાન વેરવિખેર પડેલો દેખાયો હતો. કિન્નર બંનેને બેહોશ કરીને ઘરમાંથી સોનાના ઘરેણાં અને રોકડા રૂ. ૨૧૦૦ મળીને કુલ રૂ. ૧૪૨૧૦૦ની મત્તા ચોરી કરીને નાસી ગયો હતો.

Kinner-pours-caffeine-on-builders-wife-daughter-in-law-and-hands-over-jewelery-cash.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *