સુરત
સલાબતપુરાના શ્રમ વિસ્તારમાં સાવકા બાપે સગીર દીકરી પર દાનત બગાડી ૨ વર્ષથી મારી નાખવાની ધમકી આપી રેપ કરતો હતો. હાલમાં સગીર દીકરીને ૩ મહિનાનું ગર્ભ રહી ગયો હતો. જેના કારણે સાવકા બાપની ગંદી હરકતો સામે આવી હતી. સલાબતપુરા પોલીસમાં સગીર દીકરીએ ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે સાવકા બાપની સામે બળાત્કાર અને પોક્સો એકટની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. સાવકો બાપ અડાજણમાં કાર વોશીંગમાં નોકરી કરે છે. ૧૪ વર્ષની સગીરા ઘરમાં સૂતી હતી. તે વખતે સાવકા બાપએ મોડીરાતે સગીરાનું મોઢું દબાવી જબરજસ્તી કરી રેપ કર્યો હતો. સાવકા બાપે સગીરાને ધમકી આપી કે આ વાત તૂ કોઈને કહીશ તો તને મારી નાખીશ, તું બદનામ થઈ જઈશ, તારી સાથે કોઈ લગ્ન નહી કરે તેવી ધમકી આપી હતી. સાવકા બાપના પાપને કારણે સગીરા ગર્ભવતી બની છે. સગીરાને ૩ મહિનાનો ગર્ભ છે.
