વલસાડ
સુરત નજીક આવેલા કામરેજ પાસે અંત્રોલી ગામમાં રહેતા ૨રત્નકલાકાર અને પિતરાઇ ભાઇઓ ખુશાલસિંગ ભવાનીસિંગ ચારણ અરવિંદસિંગ રાઠોડ અને ખુશવીરસિંગ ગઢવી ત્રિપલ સવારી બુલેટ ઉપર દમણ ફરવા ગયા હતા.દરમિયાન સાંજે તેઓ દમણથી કામરેજ જવા નિકળ્યા હતા. તેઓ ત્રણ સવારી કરી વલસાડ ગ્રામ્યના કોસ્ટલ હાઇવે પર ભગોદ નજીકથી પારનદીના પુલ ઉપરથી પસાર થતા હતા ત્યારે એક બમ્પર પરથી કાબુ ગુમાવી દેતા બુલેટ ઉછળીને સ્લિપ થઇ જતાં ત્રણે રોડ ઉપર પટકાયા હતા.પરિણામે પિતરાઇ ભાઇઓ ચાલક અરવિંદસિંગ રાઠોડ અને ખુશવીરસિંગનું મોત નિપજ્યું હતું. જ્યારે ખુશાલસિંગ ચારણને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો.આ અકસ્માત સર્જાતા આસપાસના ગ્રામજનોએ ૧૦૮ એમ્બ્યુલન્સ તથા વલસાડ રૂરલ પોલીસને જાણ કરતા ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી.જયાં મૃતકોની લાશનો કબજાે લઇ પીએમની તજવીજ હાથ ધરાઇ હતી.વલસાડના ભગોદગામે કોસ્ટલ હાઇવે પરથી બુલેટ બાઇક ઉપર કામરેજ તાલુકાના અંત્રોલી ગામના હિરાઘસુ ૩ પિતરાઇ ભાઇ દમણથી નીકળી ત્રિપલ સવારી પસાર થઇ રહ્યા હતા ત્યારે પાર નદીના પુલના બમ્પર પરથી ઉછળી રોડ ઉપર પટકાતાં ૨ પિતરાઇ ભાઇના ઘટના સ્થળે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યા હતા.જ્યારે ૧ને ઇજા પહોંચતા સિવિલમાં સારવાર અર્થે લઇ જવાયો હતો.વલસાડ રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકના પીએમની તજવીજ અને વધુ તપાસ હાથ ધરી હતી.