સુરત
સુરતના વનિતા વિશ્રામ કેમ્પસમાં આવેલી ગર્લ્સ હાઇસ્કૂલ ગુજરાતી-અંગ્રેજી મીડિયમમાં મીટર પેટીમાં આગ લાગી ગઈ હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. વાયરીંગ બળવાના કારણે ધુમાડો આસપાસ ફેલાયો હતો. જેથી ભયનો માહોલ પેદા થતા શાળા દ્વારા વિદ્યાર્થીનીઓને રજા આપી દેવામાં આવી હતી. જાેકે સમગ્ર દુર્ઘટનામાં કોઈ ઈજા જાનહાનિ થઈ નથી. વનિતા વિશ્રામ હાઈસ્કૂલમાં વીડીટી ગર્લ્સ હાઇસ્કૂલ ગુજરાતી/અંગ્રેજી મીડિયમમાં મીટર પેટીમાં શોર્ટ સર્કીટ થઈ હતી. આ અંગે ફાયર બ્રિગેડને કોલ મળતા મજુરાગેટ અને અઠવા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જાેકે આગ સામાન્ય હતી. વાયરીંગ બળવાના કારણે ધુમાડા નીકળ્યા હતા. જેના પર કાબુ મેળવી લેવાયો છે. હાલ જાનહાનિનો કોઈ બનાવ સામે આવ્યા નથી. મીટર પેટીમાં આગ લાગ્યા બાદ શાળામાંથી વિદ્યાર્થીનીઓને રજા આપી દેવામાં આવી હતી. સાથે જ શાળા કેમ્પસમાં ડરનો માહોલ પણ જાેવા મળ્યો હતો. આગની જાણકારી વાલીઓને થતા વાલીઓમાં ડરનો માહોલ પેદા થયો હતો.

