Gujarat

સુરતની ટેક્સટાઈલ માર્કેટના ૧.૧૯ કરોડની છેતરપીંડીના ૬ આરોપી ઝડપાયા

સુરત
સુરત ટેક્સટાઈલનું હબ હોવાથી દેશભરમાંથી લોકો ખરીદી માટે આવતા હોય છે. જે અહિના વેપારીઓની સારપનો લાભ લઈને માલ ખરીદી રૂપિયા આપ્યા વગર છેતરપિંડી કરતાં હોય છે. આ છેતરપિંડીના ૯ ગુનામાં પોલીસે કાર્યવાહી કરીને ૬ આરોપીઓને દિલ્હી-હરિયાણા સહિતના વિસ્તારોમાંથી ઝડપી લઈને કાનૂની સકંજાે મજબૂત કર્યો છે. ટેક્સટાઇલ માર્કેટમાં કરોડો રૂપિયાના ઉઠમાણના બનાવો કાયદાની મર્યાદામાં રહીને સીવીલ/ ક્રીમીનીલની પાતળી ભેદરેખાને ધ્યાને લઇ સુનિયોજીત કાવતરા હેઠળ દુકાનો ભાડે રાખી વેપારીઓ સાથે રાખી વિશ્વાસ સંપાદન કરી ઉધારમાં કાપડના માલની ખરીદી કરી દુકાન તેમજ મોબાઇલ બંધ કરી નાશી જનાર ગુનાહીત કૃત્ય આચરનાર વ્યકતિઓ વિરુધ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરવાનું શરૂ કરાયું છે. આ પ્રકારના કુલ ૦૯ ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે. જેમાં કુલ-૦૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં હરીયાણા, દિલ્હી રાજ્યમાં અલગ- અલગ પોલીસ ટીમ મોકલી શોધી કાઢી ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ટેક્સટાઈલ માર્કેટમાં કેટલાક લેભાગુ વેપારીઓ સુરતના અન્ય વેપારીઓ સાથે સંપર્ક કરીને વેપાર શરૂ કરી દે છે. તેમને સમયસર રૂપિયા આપવાની વાત કરતાં વેપાર શરૂ કરી દે છે. થોડા સમય બાદ સમય સંજાેગો જાેતા ચીટીંગ કરીને કે ઉઠમણું કરીને નાસી જતા હોય છે. દુકાનો અને ફોન બંધ કરીને ભૂગર્ભમાં જતા રહ્યા છે. સુરત પોલીસ અને ટેક્સ્ટાઇલ વેપારીઓ વચ્ચે સતત બેઠકો કરીને આ પ્રકારના લેભાગુ તત્વોને ઓળખી કાઢવા માટે અપીલ કરવામાં આવે છે. તેમના સાથે વેપાર ન કરવાની સૂચના પણ આપવામાં આવે છે. એક વાત તો ચોક્કસ છે કે, સ્થાનિક ટેક્સ્ટાઇલ માર્કેટમાં ફરતા દલાલો વેપારીઓ સાથે સંપર્ક કરાવી લેતા હોય છે. ત્યારબાદ આ પ્રકારની ઘટના બનતી હોય છે. સુરત શહેરમાં ખૂબ જ મોટા પ્રમાણમા ટેક્સટાઇલ ઉદ્યોગનો વ્યાપ જાેવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *