Gujarat

સુરતની દિવ્યાંગ અન્વીને વડાપ્રધાનના હસ્તે પુરસ્કાર એનાયત

સુરત
સુરતની દિવ્યાંગ બાળા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી અન્વી ધીમી શીખનાર- સ્લો લર્નિંગ બાળા છે. તે જન્મજાત અનેક પ્રકારની શારીરિક અને માનસિક બિમારીથી ઝઝૂમી રહી છે. જન્મજાત હૃદયની ખામી હોવાથી તેની ઓપન હાર્ટ સર્જરી થઈ ચૂકી છે, અને હાલમાં તેને માઈટ્રોટ વાલ્વ લિકેજ છે. ૨૧ ટ્રાઈસોમી અને હાર્શ સ્પ્રિંગ ડિસીઝના કારણે મોટા આંતરડામાં ક્ષતિ છે, જેના લીધે સ્ટૂલ પાસ કરવામાં (મળ ત્યાગ) સમસ્યા રહે છે. તે ૭૫ % બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવે છે અને બોલવામાં પણ સમસ્યા અનુભવે છે. આવી અનેક સમસ્યાઓ છતાં પણ મક્કમ મનોબળ અને સખત પરિશ્રમ થકી યોગમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની અનેકવિધ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલો જીત્યા છે. તેણે છેલ્લા ત્રણ વર્ષોમાં રાષ્ટ્રીય સ્તરની યોગ સ્પર્ધાઓમાં ૩ સુવર્ણ ચંદ્રકો અને ૨ કાંસ્ય ચંદ્રકો જીત્યા છે. તેણે કુલ ૪૨ યોગ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે, જેમાં ૫૧ જેટલા મેડલો મેળવ્યા છે. પિતા વિજયભાઇએ જણાવ્યું કે અન્વીની ઈચ્છા છે કે આગળ પણ તે યોગ અભ્યાસ કરીને દેશનું નામ રોશન કરશે અને સાથે સાથે મોદીજી સાથે એક જ મંચ પર યોગ અને સૂર્ય નમસ્કાર કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને અમે આશા રાખે છે કે વડાપ્રધાન અત્યાર સુધી જે પ્રકારે પ્રોત્સાહન આપ્યું છે તે રીતે અમારી દીકરીનું આગામી સપનું પણ પૂર્ણ થાય તે માટેની અમે આશા રાખીએ છે. અમારી દીકરી સાથે અન્ય તમામ બાળકો પોતાનું સપનું પૂરું કરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ.સુરતની રબર ગર્લ અન્વી ઝાંઝરૂકિયાની ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-૨૦૨૨’ માટે પસંદગી કરવામાં આવી હતી. આજે વડાપ્રધાન મોદીના હસ્તે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-૨૦૨૨ એનાયત કરવામાં આવ્યો હતો. આ સાથે ૧ લાખ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા. દેશના કુલ ૨૯ બાળકોને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. શારીરિક અક્ષમતા છતાં સતત મહેનત અને કોઠાસૂઝથી યોગાસનમાં આગવી ઓળખ ઉભી કરનાર રબર ગર્લના નામે વિખ્યાત સુરતની દિવ્યાંગ દીકરી અન્વી વિજયભાઈ ઝાંઝરૂકિયાની ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-૨૦૨૨’ માટે કેન્દ્ર સરકાર દ્વારા પસંદગી કરવામાં આવી હતી. સુરત કલેક્ટર કચેરી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુરત કલેક્ટરની હાજરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. બ્લોક ચેઈન ટેકનોલોજી દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા. વડાપ્રધાન રબર ગર્લ અન્વીને ઓનલાઈન પ્રશસ્તિપત્ર અને રૂપિયા ૧ લાખ તેના બેંક એકાઉન્ટમાં જમા કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *