Gujarat

સુરતની સ્કુલમાં વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરી આવતા વિવાદ

સુરત
કર્ણાટકનો મુદ્દો વધુ ગરમાઈ રહ્યો છે. ત્યારે તે પ્રકારની સ્થિતિ હવે શરૂ થઈ છે. જેના પડઘા ગુજરાતમાં પણ શરૂ થયા છે. શાળાની અંદર પ્રખરતા શોધ કસોટી દરમિયાન મુસ્લિમ વિદ્યાર્થીઓ હિસાબ કરીને શાળાએ પહોંચતા જ તેમનો વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રકારે તેઓ અહીંયા પહેરીને શાળામાં ન આવી શકે તે પ્રકારના ઉગ્ર સૂત્રોચ્ચાર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યા હતા. દેશભરની અંદર હવે વાતાવરણ તંગ થતું હોય તેવું જાેવા મળી રહ્યું છે. દેશભરની અંદરનો મુદ્દો ખૂબ જ ઉગ્ર રીતે ચર્ચામાં આવી રહ્યો છે. હિન્દુ સંગઠનો દ્વારા ધાર્મિક પહેરવેશ પહેરીને શાળા-કોલેજાેમાં આવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે તે પ્રકારની માંગ સામાન્ય બની રહી છે. દરેક શાળાની અંદર વિદ્યાર્થીઓ ગણવેશમાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે. કોઈ પણ ધાર્મિક પોશાક પહેરીને શાળામાં આવું યોગ્ય નથી. એ પ્રકારનો વિરોધ સમગ્ર દેશમાં જાેવા મળી રહ્યો છે. ગુજરાતને પણ શાહીન બાગ બનાવવાનું યંત્ર ચાલી રહ્યું છે. તેના ભાગરૂપે આ પ્રકારે ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારનું કૃત્ય ચલાવવામાં આવી રહ્યું છે. શાળામાં ભણવા માટે આવતા વિદ્યાર્થીઓ પોતાના ધાર્મિક પહેરવેશ પહેરીને કેવી રીતે આવી શકે. તે એક મોટો પ્રશ્ન છે. આ સાંખી લેવાશે નહીં. સમગ્ર ગુજરાતભરની અંદરનો વિરોધ કરવામાં આવશે તેમ વધુમાં જણાવાયું હતું.સુરતના વરાછામાં હિન્દુ વિસ્તારની શાળામાં હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ આવતા સ્થાનિક રહેવાસી અને હિન્દુ સંગઠનોમાં રોષ જાેવા મળ્યો હતો. હિન્દુ સંગઠનના આગેવાનો શાળાની બહાર એકઠા થયા હતા. હિન્દુ સંગઠનો દ્વારા શાળામાં જઇને વિરોધ નોંધાવતા સાથી આઠ જેટલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને ડિટેઇન કરવામાં આવ્યા હતા. જ્યારે વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારે શાળાએ પહોંચ્યા હતા. તે બાબતની પોલીસને જાણ થતા જ તેમની સામે પગલા લેવાયા હતા.

Controversy-over-students-wearing-hijab-at-school.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *