Gujarat

સુરતમાં આપ દ્વારા કલેકટરને એફઆરસીમાં વાલી સભ્યનો સમાવેશ કરવા આવેદનપત્ર આપ્યું

સુરત
ગુજરાતની ખાનગી શાળાઓ મનફાવે તેમ ગમે ત્યારે અને ગમે તે રકમ ફી વધારો કરી નાંખે છે અને વાલીઓ પરેશાન થાય છે અને જ્યારે તેમને કહેવામાં આવે છે ત્યારે શાળા સંચાલકો એફઆરસીના નામે ગોળ ગોળ વાતો ફેરવે છે ત્યારે સુરતના આમ આદમી પાર્ટી દ્વારા ફી વધારો પાછો ખેંચવા સાથે એફઆરસી કમીટીમાં વાલી સભ્યોનો સમાવેશ કરવા માટે કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી દ્વારા કેટલીક આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતમાં શિક્ષણનો બેફામ વેપાર થાય રહ્યો છે. ખાનગી શાળાઓની મનમાની સામે ગુજરાતનો વાલી લૂંટાઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી શિક્ષણને મહત્વ આપનારી પાર્ટી છે. દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ખાનગી શાળાની ફી વધારા ઉપર તેમજ ડોનેશન ઉપર પ્રતિબંધ મુક્યો છે. આમ આદમી પાર્ટી સરકારે ખાનગી શાળા દ્વારા પુસ્તકો કે યુનીફોર્મ કે બૂટ- મોજાં ખરીદી બાબતે દબાણ કરવા ઉપર પણ પ્રતિબંધ મુક્યો છે. ત્યારે ગુજરાતની જનતાને પણ આ હક્ક મળવો જાેઈએ. કારોના પછી લોકોની આવકમાં અત્યંત ઘટાડો થયો છે. બીજી બાજુ મોંઘવારી પણ વધતા સામાન્ય માણસ માટે ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલ છે. આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યત્વે પાંચ રજૂઆત કરવામાં આવી છે. જેમાં પ્રાઇવેટ સ્કૂલમાં ફી વધારો પાછો ખેંચવામાં આવે. ડોનેશન પ્રથા બંધ કરવામાં આવે, ડોનેશન માંગનાર ઉપર કાર્યવાહી કરવામાં આવે. યુનિફોર્મ પુસ્તકો, નોટબૂક, બૂટ-મોજાં વગેરે કોઈ ચોકકસ દુકાનેથી ખરીદવા બાબતે પ્રાઇવેટ સ્કૂલોની મનમાની બંધ કરવામાં આવે. પ્રાઇવેટ સ્કૂલના શિક્ષકો અને અન્ય સ્ટાફનું શોષણ બંધ કરવામાં આવે. એફઆરસી કમિટીમાં વાલીઓની સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવે.આ માગણીઓ સંદર્ભે યોગ્ય ર્નિણય લેવામાં નહિ આવે તો આગામી લોકશાહી ઢબે પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.છેલ્લા થોડા દિવસોથી આમ આદમી પાર્ટીનો રાજ્યભરમાં શિક્ષણનો મુદ્દો સૌથી વધારે ચર્ચામાં આવી ગયો છે. આમ આદમી પાર્ટી આ મુદ્દાને હવે પડતો મૂકવાના મૂડમાં ન હોય તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તમામ સરકારી શાળાઓની ફી માત્ર ૧૦% વધારો કરવા માટેની એફઆરસી દ્વારા મંજૂરી આપવાના મુદ્દે ભારે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.સાથે જ આવેદનપત્ર આપીને વિવિધ માગણીઓ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *