Gujarat

સુરતમાં ઓમિક્રોનની સાથે કોરોનાના કેસમાં વધારો

સુરત
સુરતના વેસુમાં નંદની-૧માં એક ઘરમાં રહેતા ૪ વ્યક્તિ, અડાજણમાં સુરભિપાર્ક રો હાઉસના એક જ ઘરમાં ત્રણ વ્યક્તિ અને ઉધનામાં તલંગપુરમાં ભાજી શેઠ ફળિયાના એક જ ઘરના૩૩ કેસ નોંધાતા આ ત્રણેય સોસાયટીને ક્લસ્ટર જાહેર કરી લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. ૫ પોઝિટિવ વ્યક્તિઓની ઇન્ટરનેશનલ દુબઇ, કેનેડા, થાયલેન્ડની હિસ્ટ્રી ધરાવતા છે. સિંગણપોરમાં રહેતા ડાયમંડ વેપારી ૧૬મીએ યુએઇથી પરત આવતા તેમને માથામાં દુઃખાવાની અને કમજાેરીની તકલીફ થતી હતી.૨૨મીએ ટેસ્ટીંગ કરાવતા પોઝિટિવ આવ્યા હતા. હાલ હોમ આઇસોલેસનમાં છે અને કોઇ જ તકલીફ નથી. દર્દીએ ફાઇઝરની રસીના બંને ડોઝ લીધા હતા. તેમના સંપર્કમાં આવેલા ૯૦ના ટેસ્ટ કરતા કોઇ પોઝિટિવ આવ્યા નથી. અઠવામાં રહેતી ૪૭ વર્ષિય મહિલા ૧૯મીએ યુએઇથી પરત આવતા તાવ અને ગળામાં દુખાવાની તકલીફ થતાં ૨૨મીએ ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ તેઓ સારવાર હેઠળ છે, બંને ડોઝ લીધા હતા. તેમના સંપર્કમાં આવેલા ૪૬ વ્યક્તિઓનું ટેસ્ટ કરાતા કોઇ પોઝિટિવ આવ્યો નથી. યુક્રેઇનથી આવેલી મોટાવરાછાની ૧૯ વર્ષિય યુવતિનો ૨૮મીએ અમદાવાદ એરપોર્ટ ખાતે ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવી હતી. તેને કોઇ જ લક્ષણ નથી અને તે હાલ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. દર્દીએ રસીના બંને ડોઝ લીધા હતા અને તેમના સંપર્કમાં આવેલા તમામ ૬૫નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે પારલેપોઇન્ટ પર રહેતા ૨૧ વર્ષિય યુવાન યુ.કેથી પરત આવ્યા હતા. તાવ અને કફની તકલીફ થતાં ૨૩મીએ ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યા હતા. દર્દીએ ફાઇઝરની રસીના બંને ડોઝ લીધા હતા. હાલમાં ખાનગી હોસ્પિટલમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેમના સંપર્કમાં આવેલા ૪૯નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.વિશ્વમાં હાહાકાર મચાવનાર ઓમિક્રોનના ગત રોજ સુરતમાં નવા ૪ કેસ નોંધાયા છે. આ સાથે સુરત શહેર-જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૪ નવા કેસ સામે આવ્યાં હતા. જૂન મહિનામાં ૧૫૦થી વધુ કેસ નોંધાયા હતા. જ્યારે આજે ૧૫૦થી વધુ કેસ નોંધાયા છે. જેથી પાલિકા સતર્ક બની છે. કાપડ અને હીરા બજારમાં માસ્ક વગર એન્ટ્રી ન આપવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. સાથે જ વેક્સિનેશન ઝડપથી થાય તે માટે ભાર મુકાઈ રહ્યો છે. કોરોના કેસમાં ઉછાળો આવતાં સંક્રમણને અટકાવવા માટે પાલિકા દ્વારા વેક્સિનેશન સેન્ટરની સંખ્યા વધારી દેવાઈ છે. વેક્સિન ન લેનારને સરકારી ઈમારતો અને બસમાં પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. શહેરમાં કોરોના કેસમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. શનિવારે શહેરમાં નવા ૧૫૬ કેસ અને જિલ્લામાં ૮ મળી કુલ ૧૬૪ કેસ નોંધાયા હતા. જેમાં ઓમિક્રોનના નવા નોંધાયેલા ૪ કેસમાં ત્રણની ઇન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી છે. વધુ ૨૬ વિદ્યાર્થીઓ પણ પોઝિટિવ આવ્યા છે. આ વિદ્યાર્થીઓ એસ.ડી.જૈન સ્કૂલ, લૂડસ કોન્વેન્ટ, સેવન્થ ડે, જે.એચ.અંબાણી, પી.પી.સવાણી (હીરાબાગ), એલ.પી.સવાણી (પાલ), વનિતા વિશ્રામ સ્કૂલોના છે. પાલિકાના સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડો.મહેન્દ્ર પટેલ પણ સંક્રમિત થયા છે. તેમના કોન્ટેક ટ્રેસીંગ દરમ્યાન તેમના પુત્ર અને પુત્રીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ત્રણેય હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. શનિવારે ૬ દર્દીને રજા આપવામાં આવી છે. ૧૫૬માંથી અઠવા ઝોનમાં જ માત્ર ૭૬ કેસ છે. કુલ એક્ટીવ કેસ ૫૪૬ છે. જેમાંથી ૨૦ દર્દી હોસ્પિટલમાં દાખલ છે. ઓમિક્રોન વેરિયન્ટના કુલ ૪ કેસ છે. જેમાં ત્રણમાં ટ્રાવેલ હિસ્ટ્રી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *