સુરત
સુરતના વેસુ વિસ્તારમાં રહેતો પરિવાર ડાયમંડનો બિઝનેસ અને કરોડોની સંપત્તિ છોડી સંયમના માર્ગે જશે. વેસુમાં નંદનવન સોસાયટીમાં રહેતા અને (મૂળ. ધાનેરા) ડાયમંડના વેપાર સાથે સંકળાયેલા નીરવભાઈ વલાણી (૪૪) તેમની પત્ની સોનલ (૪૩) અને દીકરી વિહા (૧૧) સાથે દીક્ષા લેશે. પત્ની સોનલ અને પુત્રી વિહા ૧૦ ફેબ્રુઆરીના રોજ વેસુમાં મહાવીર કોલેજની બાજુમાં બનેલા ડોમમાં આ. રશ્મિરત્નસૂરિજીના હસ્તે રજાેહરણ ગ્રહણ કરશે, જ્યારે નીરવભાઈ ૧૭મીએ આંધ્રપ્રદેશના તેનાલી ખાતે મુનિરાજ ગુણહંસવિજય મહારાજના હસ્તે રજાેહરણ ગ્રહણ કરશે. મારી દીકરી છેલ્લાં ૪ વર્ષથી મહારાજ પાસે રહીને સંયમ જીવનની તૈયારી કરી રહી હતી. ૨ વર્ષથી અમે પણ મહારાજ પાસે જતા હતા. ત્રણેયે નક્કી કર્યું હતું કે હવે આપણે એકસાથે દીક્ષા લઈ ઘરને તાળું મારી સંયમ જીવન જીવીશું. મારી દીકરી વિહાને ફોનનો ખૂબ જ શોખ છે. તેણે માત્ર ધોરણ ૪ સુધીનો અભ્યાસ કર્યો છે, પરંતુ તેને સંસ્કૃતના ૧૫૦૦થી વધુ શ્લોક કંઠસ્થ છે. નીરવભાઈએ કહ્યું હતું કે અગાઉ ૫ વર્ષ પહેલા તેમના દીકરા કલશે પણ ૧૩ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. હાલ તેઓ ક્ષમાશ્રમણવિજય મહારાજ તરીકે સાધુજીવન વિતાવી રહ્યા છે. પુત્રના સંયમના જીવનને જાેઇને મારા પરિવારના બાકીના સભ્યોએ પણ સંયમના માર્ગે જવાનું નક્કી કર્યું હતું. મારી પત્નીને અમારા લગ્ન પહેલાં જ દીક્ષા લેવાની ઇચ્છા હતી, પરંતુ કેટલાક સંજાેગોને કારણે તેઓ ત્યારે દીક્ષા લઈ શક્યા નહોતાં. હવે સંયમના માર્ગે જવાનું નક્કી થતાં તેઓ ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે.