Gujarat

સુરતમાં કાપડ વેપારીના ફ્લેટમાંથી સોનાના દાગીના-ડાયમંડનો સેટ મળી ૪૫.૪૫ લાખની ચોરી થઈ

સુરત
વેસુમાં ફલોરેન્સ નંદનીમાં રહેતા કાપડ વેપારીના ફ્લેટમાંથી ૨૦ તોલાના સોનાના દાગીના અને ડાયમંડનો સેટ મળી ૪૫.૪૫ લાખની ચોરી થઈ છે. વેસુના ફ્લેટમાં ૪૫.૪૫ લાખના સોનાના દાગીના ચોરાતા નોકરે ચોરી કરી હોવાની આશંકા છે. નોકરી છોડી નોકર વતન જતો રહ્યો, પછી વેપારીની દીકરીને સવા બે મહિના પછી ચોરીની ખબર પડી હતી. કાપડના વેપારીની દીકરીએ વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધ્યો છે. આ ચોરી અંગે નોકરની તપાસ કરવા માટે પોલીસની એક ટીમ બિહારના દરભંગા જવા માટે રવાના થઈ છે. બીજી તરફ એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવી કેમેરા આધારે પણ પોલીસ તપાસ કરી રહી છે. કાપડ વેપારી સુરેન્દ્ર અગ્રવાલની દીકરી નિશાની બહેન અંબિકા લગ્નની વર્ષગાંઠ હોવાથી કાર્યક્રમ રાખ્યો હતો. કાર્યક્રમમાં દાગીના પહેરવા માટે વેપારીની પુત્રીએ કબાટ ખોલ્યો તો દાગીના ગાયબ હતા. વધુમાં પોલીસે જણાવ્યું કે ફ્લેટમાં ઘરકામ કરવા નોકર તરીકે ગૌરી હરેરામ શાહ(રહે.બિહાર)ને ઓગસ્ટ-૨૧માં ૧૦ હજારના માસિક પગાર પર રાખ્યો હતો. ગત ૩૧મી ઓગસ્ટે નોકરે શેઠને કહ્યું કે હવે મને કામકાજ ફાવતુ નથી, મારે ગામ જવુ છે કહી નોકરી છોડી વતન જતો રહ્યો હતો. સોનાનો સેટ, નેકલેસ, હીરા જડીત ઘરેણાં, બંગડી, હાથના કડા, ઝુમકા સહિતના દાગીના હતા. વેપારીની દીકરીએ જૂન-૨૨માં સોનાના દાગીના સ્ટીલના બોક્ષમાં મુકી કબાટમાં મુક્યા ત્યાર પછી દાગીના જાેવાની તસ્દી લીધી ન હતી. ૩૧મી ઓગસ્ટે નોકરે નોકરી છોડી વતન ચાલી ગયો અને વેપારીની દીકરીએ કબાટ ૧૧મી નવેમ્બરે ખોલ્યો ત્યારે ચોરી થવા અંગેની ઘરના સભ્યોને ખબર પડી હતી.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *