Gujarat

સુરતમાં કિશોરી પર દુષ્કર્મનો આરોપીને પોલીસે પકડી પાડ્યો

સુરત
ડાયમંનગરી સુરતના રેલવે સ્ટેશન વિસ્તારમાં કિશોરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. દુષ્કર્મની જાણ થતા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં બંને આરોપીની ધરપકડ કરી હતી. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓના નામ છે, રાહુલ રાજપૂત જે ૨૨ વર્ષનો છે અને બીટુ કુમાર રાજપૂત જે ૩૧ વર્ષનો છે. બંને સુરત રેલવે ઁઇજી શૌચાલય ખાતે રહેતા હતા. કિશોરીની એકલતાનો લાભ લઈ બન્ને નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં ફરાર થઈ ગયા હતા. ત્યાર બાદ બાતમીના આધારે રેલ્વે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. આ બન્ને આરોપીએ પર પોસ્કો અને દુષ્કર્મ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *