Gujarat

સુરતમાં કોર્ટે ૯ વર્ષ જૂના અકસ્માતમાં ૨.૧૭ કરોડ ચૂકવવા હુકમ કર્યો

સુરત
નવ વર્ષ અગાઉ જમ્મુમાં થયેલા અકસ્માતમાં ઘોડ દોડ રોડના ધંધાર્થીનું મોત નિપજયું હતું. આ કેસમાં મરનારના પત્ની, પુત્ર અને પુત્રીએ કરેલા અકસ્માત વળતર ધારા હેઠળના કેસમાં કોર્ટે સંયુક્ત રીતે ૨.૧૭ કરોડ ચૂકવી આપવા વીમા કંપની, ડ્રાઈવર અને માલિકને હુકમ કર્યો હતો. પરિજનોએ ૧૮ ટકાના વ્યાજ સાથે ૧૦ કરોડ ચૂકવી આપવાની અરજી કરી હતી. ઘોડદોડ પ્રિન્સ પાર્ક સોસાયટીમાં રહેતા હરિશભાઈ ૨૮ જાન્યુઆરી, ૨૦૧૩ના રોજ જમ્મુથી લખનપુર કારમાં જતા ત્યારે ચાલકે ગફલતભરી ડ્રાયવિંગ કરતા કાર ડિવાઇડર સાથે ટકરાઈને સામે ટ્‌ર્ક સાથે ભટકાતાં હરીશભાઈને ગંભીર ઇજા થઈ હતી અને બાદમાં મોત નિપજ્યુ હતુ. પરિજનોએ સુરત કોર્ટમાં વળતર અરજી કરી હતી, જેમાં કોર્ટે ૨.૧૭ કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. કોર્ટમાં પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા મરનાર સાડી અ્‌ને ડ્રેસ મટિકરિયલ્સનો ધંધો કરતા હતા અને બે પેઢીના સંચાલક હતા, ઉપરાંત મહિને રૂપિયા બે લાખ જેટલુ કમાતા હતા. કુલ જણા તેની પર નભતા હતા.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *