Gujarat

સુરતમાં જવેલર્સની દુકાનમાં મરચાની ભૂકી નાખી લૂંટનો પ્રયાસે

સુરત
સુરતના લીંબાયત વિસ્તારમાં જવેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દુકાન માલિક અને તેના પુત્રના મોઢા પર મરચાની ભૂકી નાખી લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાે કે દુકાનદારે પ્રતિકાર કરતા લૂંટ થઇ શકી ના હતી આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. તો બીજી તરફ આ મામલે લીંબાયત પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ડીંડોલી ખરવાસા રોડ પાસે રહેતા ઓમપ્રકાશ શ્યામકુમાર જયસ્વાલ લીંબાયત મંગલ પાંડે હોલ રોડ પાસે જવેલર્સની દુકાન ધરાવે છે. ૨૫-૧૧-૨૦૨૨ ના રોજ બપોરના સમયે દુકાનમાં તેઓ તથા તેઓનો પુત્ર હાજર હતા તે દરમ્યાન એક ઇસમ દુકાનમાં પ્રવેશ્યો હતો અને હાથમાં રહેલા કાગળમાંથી મરચાની ભૂકી કાઢી દુકાનદાર પર નાખી હતી. અને બાદમાં દોડીને શટર બંધ કરવા જતો હતો. આ દરમ્યાન દુકાનદાર અને તેના પુત્ર પણ પાછળ દોડતા લૂંટ કરવા આવેલો ઇસમ દુકાનની બહાર નીકળી મોપેડ પર બેસી ધૂમ સ્ટાઈલમાં ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ગ્રાહકના વેષમાં યુવક દુકાનમાં પ્રવેશ કરી રહ્યો છે ત્યારબાદ જ્વેલર્સ માલિક અને તેના પુત્રને વાતમાં રાખીને તેમના મોઢા પર મરચાની ભૂકી જેવો પદાર્થ છાંટીને લૂંટ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો હતો. દરમિયાન જ્વેલર્સ ના માલિક દ્વારા મરચાની ભૂકી જેવો પદાર્થ નાખ્યો હોવા છતાં લૂંટ કરવા આવેલ ઈસમ સામે પ્રતિકાર કર્યો હતો જેને લઇ લૂંટ થઈ શકી ન હતી. અને લૂંટ કરવા આવેલ યુવકો બાઇક પર નાસી છૂટ્યા હતા.દુકાનદારે તેના મિત્ર વર્તુળમાં આ સીસીટીવી ફૂટેજ મોકલ્યા હતા. જેને આજે સીસીટીવી વાયરલ હતા સામે આવ્યા છે. જ્વેલર્સ ના માલિકે અને તેના પુત્ર દ્વારા સીસીટીવી ફૂટેજને તેમના મિત્ર સર્કલ સ્થાનિક વિસ્તારના સર્કલમાં અને સમાજના સર્કલમાં બતાવવામાં આવતા લૂંટ કરવા આવનાર યુવકને ઓળખે હોવાનું માનવામાં આવી રહ્યું છે.લૂંટ કરવા આવેલા ઇસમ સ્થાનિક રહીશ રોશન તેવર હોવાનું મનાઈ રહ્યું છે. જેથી આ મામલે તેઓએ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આ સમગ્ર મામલે લીંબાયત પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવાના ચક્રો ગતીમાન કર્યા છે.

Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *