Gujarat

સુરતમાં જિગ્નેશ મેવાણીના ધરપકડના વિરોધમાં બાબાસાહેબ આંબેડકરના સ્ટેસ્યૂ પાસે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

સુરત
ગુજરાતમાં કઈક આવું થશે એવું જ નહોતું વિચાર્યું. કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરના સ્ટેસ્યૂ પાસે વિરોધ ની યોજના વિષે તો અંદાજાે લગાવવા માટે પણ વિચારવું પડે પણ વિરોધની તો કઈ હદ જ હવે તો નથી રહી પણ હવે શું કરી શકાય. કોંગ્રેસ દ્વારા ગુજરાતના સ્થાપના દિવસ અને આંતરરાષ્ટ્રીય મજૂર દિવસને ધ્યાનમાં રાખીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેસ્યૂ પાસે એકત્રિત થઈને લોકોના મૂળભૂત અધિકારોનું હનન કરવામાં ન આવે તેને લઈને વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીની વારંવાર થતી ધરપકડને લઈને કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો છે. સુરત શહેર પ્રમુખ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રિંગરોડ ખાતે વિરોધ પ્રદર્શન કરીને તાનાશાહી સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. આસામ સરકાર દ્વારા ગેરબંધારણીય રીતે કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીની ધરપકડ કરવામાં આવી છે. જીગ્નેશ મેવાણી સાથે જે પ્રકારે પોલીસ વર્તન કરી રહી છે તેની પણ કોંગ્રેસ દ્વારા ટીકા કરવામાં આવી હતી. માનવીય મૂલ્યોનું રક્ષણ થાય તે ખૂબ જરૂરી છે. સરકાર વિધાન રક્ષણ કરી શકતી નથી. બાબાસાહેબ આંબેડકર દ્વારા જે મૂળભૂત અધિકારોની વાત કરવામાં આવી છે તેના ઉપર સરકાર તરફથી રહી છે. જિગ્નેશ મેવાણી જેવા યુવા નેતાઓ સાથે જે પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યું છે તેનાથી સરકારની તાનાશાહી માનસિકતા સ્પષ્ટ થઈ રહી છે. સરકારને સદબુધ્ધિ આવે તેને માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમા પાસે કાર્યક્રમ આપ્યો છે. લોકતંત્રને ખતરો હોય તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે. સરકાર વિપક્ષ અને અને માનવી અધિકારીઓને જાણે સ્વીકારવા તૈયાર ન હોય તે પ્રકારે વર્તી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *