Gujarat

સુરતમાં ટ્રાફિક પોલીસ સાથે વચેટીયા મળી ગેરકાયદે ઉઘરાણાં કરતાનો આરોપ

સુરત
સુરતના પુણા ગામ વિસ્તારથી સ્ટેશન તરફ જવાના રસ્તા ઉપર ટ્રાફિક જવાનો ટ્રાફિક નિયમન કરવાને બદલે વાહનચાલકોને ઉભા રાખી રાખીને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે. તેમના પાસેથી ૫૦ રૂપીયાથી લઈને ૫૦૦ રૂપિયા સુધીનો દંડના નામે ઉઘરાણી કરી રહ્યા છે. સ્ટેશન વિસ્તાર તરફ જવાનો બ્રિજ છે. તેના નીચે ૫ઃ૦૦થી ૭ઃ૦૦ ના સમય દરમિયાન ટ્રાફિક વિભાગના ત્રણથી ચાર જવાનો તેમજ વચેટિયાઓ સક્રિય થઈ જાય છે. ટ્રાફિક જવાન સાથે ઉભેલા વચેટિયાઓ વાહન ચાલકોને ઊભા રાખવામાં આવે છે. ત્યારબાદ તેમને ખોટી રીતે હેલ્મેટ પહેરી ન હોય કે પીયુસી ન હોય એવી તેમની પાસેથી નિયમનો ભંગ થઇ રહ્યો છે. તેવું કહીને રૂપિયા ખંખેરી લેવામાં આવી રહ્યા છે. ટ્રાફિક જવાનોના વીડિયો વાઈરલ થયો છે. તેમાં સ્પષ્ટ દેખાઇ રહ્યો છે કે, એક બાદ એક વાહન ચાલકોને ઉભા રાખવામાં આવી રહ્યા છે. તેમની પાસેથી રૂપિયા ગજવામાં નાખી રહ્યા છે. ટ્રાફિક જવાનોની સાથેના વચેટિયાઓ પણ ખૂબ જ સક્રિય થઈ જાય છે. તેઓ પણ સીધા રૂપિયા વાહનચાલકો પાસેથી લઈને ટ્રાફિક જવાનોને આપી દેતા હોય છે. પોતાની હિસ્સેદારી જ્યારે છુટા પડતા હોય છે. ત્યારે લઇને રવાના થઇ જાય છે. આ પ્રકારે શહેરના બીજા વિસ્તારોમાં પણ રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાની ફરિયાદો સમયાંતરે સામે આવતી રહી છે.જાગૃત વ્યક્તિ દ્વારા આ વીડિયો ઉતારવામાં આવ્યા હતા. ત્યારબાદ તેણે સોશિયલ મીડિયામાં પૈસાની ઉઘરાણી કરતા વીડિયો વાઈરલ કરાયા છે. મે અગાઉ પણ રજૂઆત કરી હતી કે, પોલીસ ટ્રાફિકના નામે દંડ વસૂલે તે યોગ્ય નથી. પરંતુ અહિં તો પોલીસ દ્વારા સીધા ઉઘરાણા થતા હોવાનું લોકો દ્વારા કહેવાઈ રહ્યું છે અને વીડિયો પણ સામે આવ્યો છે. જે યોગ્ય નથી.સુરતના ટ્રાફિક વિભાગ ફરી વિવાદમાં આવ્યું છે. ટ્રાફિક સંચાલનની જગ્યાએ દંડના નામે વાહનચાલકો પાસેથી હપ્તા ઉઘરાવવામાં આવી રહ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. સુરતના પુણા ગામ સરદાર માર્કેટથી સ્ટેશન તરફ જવાના રસ્તા ઉપર ટ્રાફિક જવાનો દ્વારા વાહનચાલકો પાસેથી નિયમના ઉલ્લંઘન બદલ દંડ ફટકારવામાં આવે છે. પરંતુ તેના રૂપિયાની રસીદ આપવાને બદલે સીધી ઊઘરાણી કરવાનું શરૂ કરી દેવાયું હોવાનું વીડિયોમાં સામે આવ્યું છે. સ્થાનિકોએ વીડિયો ઉતારીને વાઈરલ કર્યો છે. જે અંગે વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યું કે, આ પ્રકારની કામગીરી ચલાવી ન લેવાય કાયદેસરના પગલા આવા તત્વો સામે લેવા જાેઈએ.

Illegal-collection-from-motorists.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *