Gujarat

સુઘડની સોસાયટીમાંથી બે ઈસ્મો ૩.૧૪ લાખની મત્તાની ચોરી કરી ફરાર

ગાંધીનગર
ગાંધીનગર સુઘડ પાર્શ્વનાથ સોસાયટીમાં રહેતા ૪૦ વર્ષીય હેમાબેન હૂંદરાજ મંગતાની અહીં તેમની બહેન ઉષા સાથે રહે છે. બંન્ને બહેનો અપરિણીત છે, જ્યારે તેમના માતા-પિતા અગોરા રેસિડેન્સીમાં ભાઈના ઘરે રહે છે. ગત તા. ૨૫મી માર્ચના રોજ ઉષાને માતાપિતા પાસે જવાનું હોવાથી હેમાબેને કબાટમાંથી રૂ. ૫૦૦ રૂપિયા કાઢીને આપ્યા હતા. બાદમાં ઘરના એસીનું પાંજરૂ બનાવવા માટે મુકેશ જયંતિભાઈ પંચાલ (રહે. કઠવાડા) આવ્યો હતો. ત્યારે પાંજરૂ બનાવતી વખતે મૂકેશ વારંવાર સામાન મૂકવા માટે બહાર આવજા કર્યા કરતો રહેતો હતો, જેને લેવા મૂકવા તેનો શેઠ વિનોદ કાલુલાલ લોહાર પણ આવતો હતો. ત્યારે હેમાબેન ઘરમાં હાજર હોવા છતાં બંન્નેની કરતૂત જાણી શક્યાં નહોતાં. બપોરના સમયે વળી પાછું બંનેને હેમાબેને ચા પણ બનાવીને પીવડાવી હતી. તેમજ આખો દિવસ મુકેશ છઝ્રનું પાંજરૂ બનાવતો રહ્યો હતો. સાંજ પડતાં કામ પૂર્ણ થઈ જતાં મુકેશ રવાના થઈ ગયો હતો. ત્યારે સાંજે હેમાબેનની બહેન ઉષા ઘરે પરત આવતા કબાટનું ડ્રોઅર ખોલતાં માલુમ પડ્યું હતું કે પર્સમાં રાખેલો ત્રણ તોલાનો સોનાનો સેટ કિ. રૂ. ૧.૫૦ લાખ, સોનાનું બિસ્કીટ, સોનાની વીંટીઓ તેમજ ૧૪ હજાર ૫૦૦ રોકડા ઉક્ત બંને ઈસમો ચોરી ગયા છે. જેથી આ અંગે હેમાબેને અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.ગાંધીનગરના સુઘડની પાર્શ્વનાથ સોસાયટીમાં એસીનું પાંજરૂ બનાવવા માટે આવેલા બે ઈસમો યુવતીની નજર ચુકવીને કબાટના ડ્રોઅરમાંથી આખા દિવસ દરમિયાન દાગીના-રોકડ રકમની ચોરી કરતા રહ્યા હતા. બાદમાં સાંજ પડે પાંજરૂ બનાવીને જતાં રહ્યાં પછી યુવતીને ઘરમાંથી રૂ. ૩ લાખ ૧૪ હજાર ૫૦૦ની મત્તા ચોરાઈ ગઈ હોવાનું માલુમ પડતાં તેણે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.

Jewelry-and-cash-together-cost-Rs.-3.14-lakh-drug-theft-absconding.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *