Gujarat

સુરતમાં તસ્કરો બે લાખ અને ૧૦ તોલા સોનું લઈ ચોર ફરાર

સુરત
સુરતમાં ઉધના ભાઠેનાની એક સોસાયટીમાં બુકાનીધારીઓએ ઘરમાંથી રોકડ રૂપિયા બે લાખ અને ૧૦ તોલા સોનાની ચોરી કરી ભાગી ગયા હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસ દોડતી થઈ ગઈ છે. પીડિત રાણા પરીવારે કહ્યું હતું કે બીમાર ભાઈની દેખરેખ માટે પરિવાર પહેલા માળે સૂવા ગયું ને ગ્રાઉન્ડ ફ્લોર પર તસ્કરો હાથ ફેરો કરી ગયા હતા. પોલીસમાં અરજી કરી તો ૨૪ કલાક બાદ ફરિયાદ નોંધાય છે. હવે તસ્કરો સુરતમાં હશે કે કેમ એ પણ એક તપાસ નો વિષય છે. ઘટના ૧૫ ફેબ્રુઆરીની વહેલી સવારની છે. ઉંઘમાંથી જાગીને ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી વહુને વેર વિખેર લાગતા બૂમાબૂમ કરી દીધી હતી. આખું પરિવાર દોડીને નીચે આવતા ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. તપાસ કરતા ત્રણ પરિણીત ભાઈઓ અને માતા-પિતાના લગભગ ૧૦ તોલા દાગીના ગાયબ હતા. બે લાખની રોકડ ગુમ હતી. ઘટનાને લઈ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. અરજી કર્યા બાદ પણ પોલીસ ઘર એટલે કે સ્થળ તપાસ માટે આવી છે. ફરિયાદ નોંધાયાના કલાકો બાદ પોલીસે લાખો રૂપિયાની ચોરીની તપાસ કરતા ચોરો પોતાની સુરક્ષિત જગ્યા એ એટલે કે સુરત છોડીને બીજા રાજ્યમાં જતા રહ્યા હશે. ચોરીના તમામ સીસીટીવી સામે આવ્યા છે. ત્રણ ઈસમો બાઇક પર આવતા હોય અને જતા હોય એવા અનેક વીડિયો પોલીસને આપ્યા છે. ખબર નહીં જિંદગીભરની બચત હવે પાછી મળશે કે કેમ એ એક પ્રશ્ન છે.

The-smugglers-stole-two-lakh-cash-and-10-tolas-of-gold.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *