સુરત
સુરતમાં ત્રીજી લહેરની શરૂઆત ૨૬ ડિસેમ્બર ૨૦૨૧થી થઈ ગઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં ૩૦ હજારથી વધુ લોકોને કોરોના ઝપેટમાં લઈ ચૂક્યો છે. આ સાથે જ ૧૯ લોકોના મોત થઈ ચૂક્યા છે. કેસમાં વધારાના કારણે તંત્રમાં ફફડાટ ફેલાયો છે. સુરતમાં પણ બીજી લહેર જેવી સ્થિતિ થશે તેવી વાતી પણ સુરતમાં લોકોમાં ડરનો માહોલ જાેવા મળી રહ્યો છે. બીજી લહેરમાં હોસ્પિટલથી લઈને સ્મશાન સુધી લાઈનો જેવી ભાયવહ સ્થિતિ જાેવા મળી હતી. સુરતમાં ત્રીજા લહેરમાં પણ અઠવા અને રાંદેર ઝોન કોરોના હોટસ્પોટ બન્યા છે. મોટા ભાગના વિસ્તાર રેડ અને હાઈરિસ્ક ઝોનમાં આવી ગયા છે. છેલ્લા ૧૮ દિવસમાં જ બંને ઝોનમાં ૧૦ હજારથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. જે કુલ કેસના ૪૫ ટકા જેટલા થાય છે. શહેરમાં ગત રોજ કોરોનાના અત્યાર સુધીમાં સૌથી વધુ ૩૫૬૩ કેસ કેસ સામે આવ્યા છે. જેની સામે ૨૨૪૬ લોકોને સાજા થઈ જતા રજા આપવામાં આવી હતી. જિલ્લામાં પણ ૪૨૩ કેસ સામે આવ્યા હતા. જેની સામે ૨૬૬ દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે. શહેરમાં સત્તાવાર ૨ અને જિલ્લામાં ૩ મળી ૫ કોરોના પોઝિટિવ દર્દીઓના મોત નિપજ્યા હતા. ગત રોજ પોઝિટિવ લોકોમાંથી ૧૭૬૩ લોકો ફુલ્લિ વેક્સિનેટેડ છે. ૪૦ લોકોએ રસીનો એક જ ડોઝ લીધો છે. ૩૯ લોકો રસી માટે એલિજીબલ ન હતા જ્યારે ૧૭ લોકોએ વેક્સિન લીધી જ નથી.સુરતમાં કોરોના મહામારીને મહા વિસ્ફોટ થયો છે. ગત રોજ એક જ દિવસમાં ૩૯૦૦થી વધુ કેસ નોંધાયા હતા. જ્યારે જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૩ દિવસમાં સુરત શહેર જિલ્લામાં ૩૦ હજારથી વધુ કેસ નોંધાયા છે. જે પહેલી લહેરના ૧૯૯ દિવસ કરતા સાડા આઠ ગણી ઝડપ છે. જ્યારે બીજી લહેરના ૫૫ દિવસ કરતા અઢી ગણી ઝડપથી કેસનો વધારો થયો છે. પહેલી લહેરમાં ૧૯૯ દિવસે ૩૦ હજાર કેસ થયા હતા. જેથી રોજ સરેરાશ ૧૫૦ કેસનો વધારો થયો હતો. જ્યારે બીજી લહેરમાં એ ઘટીને ૫૫ દિવસ થઈ ગયો હતો. જેથી રોજ સરેરાશ ૫૪૫ કેસનોં વધારો થયો હતો. જ્યારે ત્રીજી લહેરમાં એ ઘટીને માત્ર ૨૩ દિવસનો થઈ ગયો છે. જેથી સુરતમાં છેલ્લા ૨૩ દિવસથી રોજ સરેરાશ ૧૩૦૫ કેસનો વધારો થયો છે.
