Gujarat

સુરતમાં ધંધો કરવો હોય કે, નોકરી કરવા હપ્તો દેવો પડે સુરતમાં લુખ્ખા તત્વો દ્વારા લેઝર કટીંગના ખાતેદારોને ફટકાર્યા

 

સુરત
સુરતમાં પુણા સીતા નગરમાં ધંધો કરવો હોય તો ૫ હજારનો હપ્તો આપવો પડશે નહીંતર હાથ-પગ તોડી નાખીશ કહી એક સ્થાનિક ટપોરીએ કેટલાક લેઝર કટીંગના ખાતેદારોને જાહેરમાં ફટકાર્યા હોવાનો બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. મિનરલ પાણીની બોટલ સપ્લાય કરી ખાતેદારો પાસે હપ્તા માગવાની ટપોરીઓની નવી મોડ્‌સ ઓપરેન્ડી સામે આવી છે. અઢી વર્ષથી સીતા નગરમાં લેઝર કટીંગનું ખાતું ધરાવીએ છીએ. ૩ ફેબ્રુઆરીએ અચાનક મોડી સાંજે પાણી બોટલ સપ્લાયર ગોવિંદ રબારી ખાતા ઉપર હાથમાં દંડો લઈ દોડી આવ્યો હતો. હપ્તાના રજિસ્ટ્રેશન માટે ૨૫ હજાર અને દર મહિને ૫ હજાર આપવા પડશે કહી ખાતેદારોને લાફા મારી દંડા વડે ફટકારવા લાગ્યો હતો. એક-બેને નહીં લગભગ ચાર-પાંચ ખાતેદારોને જાહેરમાં ફટકાર્યા હતા. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પોલીસ સ્ટેશનમાંથી ખાતેદારો સોસાયટીમાં પહોંચતા જ ગોવિંદ રબારી ફરી દોડી આવ્યો હતો અને માર મારવા લાગ્યો હતો. મોબાઈલ ફોન આપીને કહે લો મારા ફોનથી પોલીસને બોલાવો જાેઉં કોણ આવે છે. આવું સાંભળી અમારા હોંશ ઉડી ગયા, બસ પછી બધા જ હપ્તા આપવા તૈયાર થઈ ગયા હતા. જાેકે કેટલાક ખાતેદાર ડીસીપી સજ્જનસિંહ પરમારને મળવા ગયા ત્યાં આખી હકીકત સાંભળી પીઆઇ અને ડી-સ્ટાફ પીએસઆઇનો ફોન પર ઉઘડો લીધો ત્યારબાદ પુણા પોલીસે ગોવિંદ રબારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ગણતરીના કલાકોમાં છોડી મુક્યો હતો. વીયુ ગડરિયા (પીઆઇ પુણા) એ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં ગોવિંદ રબારી નામનો ઈસમ સ્થાનિક દુકાનદાર અને ખાતેદારોને હેરાન કરી મારતો હોવાની ફરિયાદ મળી છે. ફરિયાદીને બોલાવવામાં આવ્યો છે. ફરિયાદ દાખલ કરી તપાસ કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *