Gujarat

સુરતમાં ધ્રુવ પાર્ક સોસાયટીના મકાનમાં આગ લાગતા અફડાતફડી મચી

સુરત
સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી ધ્રુવ પાર્ક સોસાયટીમાં આગ લાગી ગઈ હતી. રહેણાંક વિસ્તારમાં બીજા માળે આવેલા મકાનમાં આગ લાગી ગઈ હતી. જેથી મકાનમાં રહેલા ઘરવખરીના સામાન સહિતનો લેસ અને સાડીઓનો જથ્થો પણ આગમાં બળીને ખાક થયો હતો. આગ અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સાંજના સમયે આગ લાગતા ધ્રુવ પાર્ક સોસાયટીમાં અફડાતફડી મચી ગઈ હતી. આગ એટલી ભયાવહ હતી કે આગની જ્વાળાઓ બારીની બહાર સુધી દેખાતી હતી. જેથી તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જેથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો. રાજસ્થાની પરિવાર રહેતું હતું. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે કહી શકાય છે. ઘરમાં લેસની સાડીઓ સહિતના ગાદલા ગોદડા સળગી ગયા હતાં. આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

The-house-caught-fire.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *