સુરત
સુરતના કતારગામ વિસ્તારમાં બાપા સીતારામ ચોક પાસે આવેલ રહેણાંક વિસ્તાર એવા પરષોતમ નગર સોસાયટીમાં મનપાની ટીમ સિક્યોરિટી સ્ટાફ સાથે ડિમોલિશન કરવા પહોંચી હતી. સ્થાનિક મહિલાઓ દ્વારા ડિમોલિશનની કામગીરી અટકાવવા હોબાળો કર્યો હતો. મહિલાઓનો વિરોધ જાેતા કતારગામ ઝોન મનપાના અધિકારીઓએ ડિમોલિશનની કામગીરી મોકૂફ રાખી હતી. સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સ્થાનિક મકાન ધારક અશોક ઝાંઝમેરા દ્વારા મનપા અધિકારીઓ સામે આક્ષેપ કરવામાં આવ્યો કે, અમે જે સીઓપીમાં ચાલી રહેલ બાંધકામ મામલે ફરિયાદ આપી હતી. જેના પર કાર્યવાહી કરવાને બદલે મનપાના અધિકારીઓ અમારા મકાન પર કાર્યવાહી કરવા પહોંચ્યા છે.બાપા સીતારામ ચોક પાસે આવેલી પરસોતમ પાર્ક સોસાયટીમાં સીઓપીમાં થઈ રહેલ બાંધકામ મામલે મનપાના અધિકારીઓ કાર્યવાહી કરવા પહોંચ્યા હતા. સોસાયટીના રહીશ અશોક ઝાંઝમેરા અને સભ્યો દ્વારા સીઓપીમાં થઈ રહેલ બાંધકામ મામલે કતારગામ ઝોનમાં ફરિયાદ કરવામાં આવી હતી. અમે બંને બાંધકામ પર કાર્યવાહી કરવા માટે પહોંચ્યા છીએ. મહિલાઓ દ્વારા અમારી કામગીરીમાં અડચણ ઉભી કરવામાં આવી હતી. કતારગામ પોલીસને ફોન કરીને બોલાવવામાં આવી હતી. કતારગામ પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચીને બંને બાંધકામમાં અડચણ રૂપ લોકોની અટકાયત કરવામાં આવી. ત્યાર બાદ મનપાના અધિકારીઓએ ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી.