Gujarat

સુરતમાં પૂર્વ પ્રેમીએ શિક્ષિકાની સગાઈ તોડાવી, પીછો કરી ત્રાસ આપતા શિક્ષિકાએ ફરિયાદ નોંધાવી

સુરત
સુરતના માન દરવાજા વિસ્તારમાં રહેતી અને શિક્ષિકા તરીકે નોકરી કરતી યુવતીએ બ્રેકઅપ કર્યા બાદ સગાઈ કરતા પાડોશમાં જ રહેતા ડિવોર્સી બેકાર પ્રેમીએ મંગેતરને ફોટા બતાવી સગાઈ તોડાવી નાંખી હતી. આ સાથે જ બીજી જગ્યાએ સગાઈ કરશે તો તે પણ તોડાવી દેવાની ધમકી આપતા જ્યારે બંનેના પરિવાર વચ્ચે સમાધાન માટે થયેલી મિટિંગમાં યુવાને બધા ફોટા ડિલિટ તો કર્યા પણ તે પહેલા મિત્રને મોકલી સાચવવા કહી તેનો પીછો કરવાનું શરૂ કરતા યુવતીએ પૂર્વ પ્રેમી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સુરતના માન દરવાજા વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય અનિતા (નામ બદલ્યું છે) ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે અને સાથે એમએનો પણ અભ્યાસ કરે છે. તેની પાડોશમાં જ રહેતા ડિવોર્સી નિલેશ પાંડુભાઇ ડીગે સાથે તેને પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતો. બંને ફરવા જતા ત્યારે ફોટા પણ પાડતા હતા. જાેકે, વર્ષ અગાઉ બંનેના પ્રેમસંબંધની જાણ અનિતાના પરિવારને થયા બાદ ત્રણ મહિના અગાઉ અનિતાએ નિલેશ સાથે બ્રેકઅપ કરી દીધું હતું. દોઢ મહિના અગાઉ સુનિતાની સગાઈ થતા નિલેશ તેના મંગેતર પાસે પહોંચ્યો હતો અને બંનેના જુના ફોટા બતાવી સગાઈ તોડાવી નાંખી હતી. આ સાથે ધમકી આપી હતી કે મારી પાસે ઘણા ફોટા છે, જાે તું બીજી જગ્યાએ સગાઈ કરશે તો તેને પણ ફોટા બતાવી સગાઈ તોડાવી નાંખીશ. તારી કોઈ જગ્યાએ સગાઈ થવા દઈશ નહીં. નિલેશની આ કરતૂતને પગલે સુનિતાના પરિવારે નિલેશના પરિવાર સાથે સમાધાન માટે મિટિંગ કરી હતી. જેમાં થયેલી વાતચીત મુજબ નિલેશે બધા ફોટા ડિલિટ કરી નાખ્યા હતા. જાેકે, તેના થોડા દિવસ બાદ નિલેશનો મિત્ર ચંદન ઉર્ફે સન્ની રાજીવકુમાર સિંગ અનિતાના ઘરે આવ્યો હતો અને જાણ કરી હતી કે નિલશે બધા ફોટા મને વોટ્‌સએપ કરી સાચવવા કહ્યું છે. તેણે બધા ફોટા પણ બતાવ્યા હતા. ત્યાર બાદ નિલેશે અનિતા કોલેજ જાય ત્યારે તેનો પીછો કરવાનું શરૂ કરતા આખરે તેણે નિલેશ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં બદનક્ષીની ફરિયાદ નોંધાવતા પોલીસે નિલેશની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *