સુરત
સચિન નજીક ઈકલેરા-ડિંડોલી રોડ પર આવેલા કોલસાના ગોડાઉનમાં કામ કરતા ૭૦ વર્ષીય વૃદ્ધની શેરડીના ખેતરમાંથી લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. રાત્રીના અંધારામાં લિવ-ઈનમાં રહેતી પ્રેમિકા અન્ય યુવક સાથે બેઠી હોવાનું માની વૃદ્ધ પ્રેમીએ યુવક પર લાકડાના ફટકાથી હુમલો કર્યો હતો. જાેકે, યુવકે વૃદ્ધના હાથમાંથી ફટકો લઈ મારી દેતા મોત થયું હતું. જેથી તેની લાશને શેરડીના ખેતરમાં ફેંકી દીધી હતી. સચનિ નજીક ઈકલેરા ગામથી ડિંડોલી જવાના રોડ પર કોલસાના ગોડાઉનમાં છેલ્લા ૨૦ વર્ષથી પ્રભુ રુમાલીયાભાઈ વસાવા (ઉ.વ.૭૦) ૫૦ વર્ષિય પ્રેમિકા સાથે રહેતો હતો. ૩ દિવસ અગાઉ ભેદી સંજાેગોમાં સડી ગયેલી હાલતમાં લાશ ગોડાઉનની બાજુના શેરડીના ખેતરમાંથી મળી આવી હતી. પોલીસે લાશનો કબજાે લઈ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં પ્રભુભાઈને મલ્ટીપલ ઈજા થઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, દિવાળી રાત્રે પ્રભુભાઈ ગોડાઉન નજીકના ઝુપડામાં સૂતા હતા. તેની સાથે ૨૦ વર્ષથી લિવ-ઈનમાં રહેતી પ્રેમિકા અન્ય ઝુપડામાં સૂતી હતી. રાત્રે ગોડાઉનમાં કામ કરતો અને પ્રેમિકાનો હમવતની ઈશ્વર વસાવા નજીકના પલંગ પર અજાણી મહિલા સાથે બેઠો હતો. ઉંઘમાંથી જાગી જનાર પ્રભુની નજર ઈશ્વર પર પડતાં ઈશ્વર પોતાની પ્રેમિકા સાથે બેઠો હોવાનું માની લાકડાના ફટકા વડે બંને પર હુમલો કર્યો હતો. જાેકે, ઈશ્વરે લાકડાનો ફટકો છીનવી લઈ વળતો હુમલો કર્યો હતો. પ્રભુના માથામાં લાકડાનો ફટકો મારતા ત્યાં ઢળી પડ્યો હતો. ત્યારબાજ મોત થયું હોવાની જાણ થતા ઈશ્વરે પ્રભુની લાશને બાજુના ખેતરમાં ફેંકી દેતા સડી ગઈ હતી. ૩ દિવસ બાદ જાણ થતા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાઢ્યો હતો અને આરોપી ઈશ્વરની ધકપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
